SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. ઉપસંહાર] [ ૨૩૧ છે તે તો માત્ર ઉપચારકથન છે, ખરી રીતે પરદ્રવ્યનું અવલંબન નથી પણ રાગભાવનું ત્યાં અવલંબન છે. - હવે તે શુભભાવ વખતે સમ્યગ્દષ્ટિને જે શુભભાવ વધે છે તે, અભિપ્રાયમાં પરમપરિણામિકભાવનો આશ્રય છે તેના જ બળ વધે છે, બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શનના જોરે તે શુદ્ધભાવ વધે છે પરંતુ શુભરાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી. પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તમાત્ર કહ્યાં તથા તેમના અવલંબનને ઉપચારમાત્ર કહ્યું તેનું કારણ શું? ઉત્તર:- આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તેમાંથી રાગ વખતે છમસ્થ જીવનું વલણ ક્યા દ્રવ્ય તરફ ગયું તે બતાવવા માટે તે દ્રવ્યને “નિમિત્ત” કહેવામાં આવે છે; તે વખતે તે જીવને “અનુરૂપ અશુદ્ધભાવ કરવામાં અનુકૂળ તે દ્રવ્ય છે તેથી તે દ્રવ્યને “નિમિત્ત' કહેવામાં આવે છે, એ રીતે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તમાત્ર છે અને દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન ઉપચારમાત્ર છે. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જીવને જ્ઞાન કરવા માટે છે, પણ “ધર્મ કરવામાં કોઈ વખતે નિમિત્તની મુખ્યતા છે”—એવી માન્યતા કરવા માટે તે જ્ઞાન નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માગતા જીવે નિમિત્ત-નૈમિત્તિકસંબંધના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, તે જ્ઞાન કરવાની જરૂર એટલા માટે છે કે જે તે જ્ઞાન ન હોય તો કોઈ વખતે નિમિત્તની મુખ્યતાએ પણ કાર્ય થાય ” એવું વલણ જીવને રહે અને તેથી તેનું અજ્ઞાન ટળે નહિ. (૬) આ પાંચ ભાવો સાથે આ અધ્યાયના સૂત્રો શી રીતે સંબંધ રાખે છે તેનો ખુલાસો સૂત્ર ૧. આ સૂત્ર પાંચે ભાવો બતાવે છે, તેમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયના | વિષયરૂપ પોતાના પરિણામિકભાવના આશ્રયે જ ધર્મ થાય છે. સૂત્ર ૨-૬. આ સૂત્રો પહેલા ચાર ભાવોના ભેદો જણાવે છે, તેમાં ત્રીજા સૂત્રમાં પથમિકભાવના ભેદો વર્ણવતાં પ્રથમ સમ્યકત્વ લીધું છે કેમકે ધર્મની શરૂઆત ઔપથમિકસમ્યકત્વથી થાય છે; સમ્યકત્વ પામ્યા પછી આગળ વધતાં કેટલાક જીવોને ઔપથમિકચારિત્ર થાય છે તેથી બીજાં ઔપશમિકચારિત્ર કહ્યું છે. આ બે સિવાય બીજા કોઈ ઔપથમિકભાવો નથી. [ સૂત્ર-૩] જે જે જીવો ધર્મની શરૂઆતમાં પ્રગટ થતું ઔપથમિકસમ્યકત્વ, પારિણામિકભાવના આશ્રયે પામે છે તે જીવો પોતામાં શુદ્ધિ વધારતાં વધારતાં છેવટે સંપૂર્ણ શુદ્ધતા પામે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy