________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ મોક્ષશાસ્ત્ર
સંશી કોને કહે છે?
સંજ્ઞિન: સમનŌા:।।૨૪।।
અર્થ:- [ સમનસ્ત્વા: ] મનસહિત જીવોને [ સંજ્ઞિન: ] સંશી કહેવાય છે.
ટીકા
સંજ્ઞી જીવો પંચેન્દ્રિય જ હોય છે. (જુઓ, અધ્યાય-૨, સૂત્ર ૧૧ તથા ૨૧ ની ટીકા). જીવના હિતાહિતની પ્રવૃત્તિ મન દ્વારા થાય છે. પંચેન્દ્રિય જીવમાં સંશી અને અસંશી એવા બે પ્રકાર છે. સંજ્ઞી એટલે સંજ્ઞાવાળા પ્રાણી સમજવા. ‘સંજ્ઞા ’ના ઘણા અર્થો થાય છે તેમાંથી અહીં ‘મન’ એવો અર્થ લેવો. ।। ૨૪।।
મન દ્વા૨ા હિતાહિતની પ્રવૃત્તિ થાય છે પણ શ૨ી૨ છૂટતાં વિગ્રહગતિમાં મન વિના નવા શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન કરે છે ત્યારે કર્મનો આસ્રવ થાય છે તેનું કા૨ણ શું? विग्रहगतौ कर्मयोगः ।। २५ ।।
અર્થ:- [વિગ્રહ તૌ] વિગ્રહગતિમાં અર્થાત્ નવીન શરીર માટે ગમન કરવામાં [ ર્મયોગ: ] કાર્મણ કાયયોગ હોય છે.
ટીકા
(૧) વિગ્રહગતિ- એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર છે.
કર્મયોગ- કર્મોના સમૂહને કાર્યણશ૨ી૨ કહે છે; આત્માના પ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કાર્યણશ૨ી૨ નિમિત્તરૂપ છે તેથી તેને કર્મયોગ કહે છે, અને તે કારણે નવાં કર્મોનો તે વખતે આસ્રવ થાય છે. (જીઓ, સૂત્ર-૪૪ ની ટીકા).
(૨) મરણ થતાં નવીન શરી૨ ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ કે ચા૨ સમય લાગે છે, તે સમયમાં કાર્યણયોગના કારણે પુદ્દગલકર્મનું તથા તૈજસવર્ગણાનું ગ્રહણ થાય છે પણ નોકર્મપુદ્દગલોનું ગ્રહણ થતું નથી. ।। ૨૫।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com