________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ ]
મોક્ષશાસ્ત્ર રસ- પાંચ પ્રકારના છે. ૧. તીખો, ૨. આમ્લ (ખાટો), ૩. કડવો, ૪. મધુર અને ૫. કષાયેલો.
ગંધઃ- બે પ્રકારની છે. ૧. સુગંધ અને ૨. દુર્ગધ.
વર્ણ- (રંગ)-પાંચ પ્રકારના છે. ૧. કૃષ્ણ, ૨. નીલ (આસમાની), ૩. પીળો, ૪. રાતો અને પ-શુક્લ (ધોળો).
શબ્દ (સ્વર)- સાત પ્રકારના છે. ૧. પડજ, ૨. ઋષભ, ૩. ગંધાર, ૪. મધ્યમ, ૫. પંચમ, ૬. પૈવત, ૭. નિષાદ.
એ પ્રમાણે કુલ ૨૭ ભેદો છે, તેમના સંયોગના અસંખ્યાત ભેદો પડે છે.
(૪) સંજ્ઞી પ્રાણીઓને ઇન્દ્રિય દ્વારા થતા ચૈતન્યવેપારમાં મન નિમિત્તરૂપ હોય છે.
(૫) સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ વિષયોનું જ્ઞાન તે તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી જ થાય છે. આત્મા ચક્ષુદ્વારા જે રૂપને દેખે છે તે રૂપથી યોગ્ય ક્ષેત્રે દૂર રહીને દેખી શકે છે. || ૨૦
મનનો વિષય
શ્રુતમનિન્દ્રિયસ્થાા ૨૨ાા અર્થ - [ નિદ્રિયસ્ય ] મનનો વિષય [ શ્રત] શ્રુતજ્ઞાનગોચર પદાર્થ છે અથવા મનનું પ્રયોજન શ્રુતજ્ઞાન છે.
ટીકા
(૧) દ્રવ્યમન આઠ પાંખડીવાળા ખીલેલા કમળના આકારે છે (જુઓ, અધ્યાય ૨, સૂત્ર ૧૧ ની ટીકા). જીવે શ્રવણ કરેલા પદાર્થને વિચારવામાં મનદ્વારા પ્રવૃત્તિ થાય છે. કર્ણેન્દ્રિય દ્વારા શ્રવણ કરેલા શબ્દનું જ્ઞાન તે મતિજ્ઞાન છે; તે મતિજ્ઞાનપૂર્વકનો વિચાર તે શ્રુતજ્ઞાન છે. સમ્યજ્ઞાની પુરુષોનો ઉપદેશ શ્રવણ કરવામાં કર્ણેન્દ્રિય નિમિત્ત છે અને તેનો વિચાર કરીને યથાર્થ નિર્ણય કરવામાં મન નિમિત્ત છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ મન દ્વારા થાય છે. ( જાઓ, અધ્યાય ૨, સૂત્ર ૧૧ તથા ૧૯ ની ટીકા). પ્રથમ રાગસહિત મન દ્વારા આત્માનું સાચું જ્ઞાન કરી શકાય છે અને પછી (રાગને અંશે તોડતાં) મનના અવલંબન વગર સમ્યજ્ઞાન પ્રગટે છે; તેથી સંગી જીવો જ ધર્મ પામવાને લાયક છે (જાઓ, અધ્યાય ૨, સૂત્ર ૨૪ ની ટીકા).
(૨) મન વિનાના (અસંશી) જીવોને પણ એક પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. (જાઓ, અધ્યાય ૧, સૂત્ર ૧૧ તથા ૩૦ ની ટીકા). તેઓને આત્મજ્ઞાન નહિ હોવાથી તે જ્ઞાનને “કુશ્રુત” કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com