________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર પર્યાય નથી ગુણપર્યાય છે. ક્ષયોપશમહેતુક લબ્ધિ પણ એક પર્યાય યા ધર્મ છે અને ઉપયોગ પણ એક ધર્મ છે, કેમકે તે આત્માનો પરિણામ છે. તે ઉપયોગ દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે.
(૫) ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણપર્યાય, ગુણ એ શબ્દો એકા®વાચક છે.
(૬) પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોપશમલબ્ધિ તો સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે; પણ જે જીવ પરનું લક્ષ ટાળી સ્વ (આત્મા) તરફ ઉપયોગને વાળે છે તેને આત્માનું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય છે, અને જે જીવ પર તરફ જ ઉપયોગને વાળ્યા કરે છે તેને મિથ્યાજ્ઞાન થાય છે અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી.
(૭) આ સૂત્રનો સિદ્ધાંત
જીવને છમસ્થદશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત્ ક્ષયોપશમહેતુક લબ્ધિ ઘણી હોય તોપણ તે બધા ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમકે તેનો ઉપયોગ રાગમિશ્રિત છે તેથી રાગમાં રોકાઈ જાય છે, તે કારણે જ્ઞાનનો ઉઘાડ (લબ્ધિ) ઘણો હોય તો પણ વ્યાપાર (ઉપયોગ) તો અલ્પ હોય છે. જ્ઞાનગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે; વિકારી દશામાં તે જ્ઞાનગુણની પૂર્ણ પર્યાય ઊઘડતી નથી, એટલું જ નહિ પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એક સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદવિજ્ઞાન કરવું જોઈએ, ભેદવિજ્ઞાન થતાં તે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ વાળ્યા જ કરે છે, અને તેથી ક્રમે ક્રમે રાગ ટાળીને બારમા ગુણસ્થાને સર્વથા રાગ ટળી જતાં વીતરાગતા થાય છે. ત્યાર પછી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતાં જ્ઞાનગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઉઘડે છે; જ્ઞાનપર્યાય પૂર્ણ ઊઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી તરફ વાળવાનું રહેતું નથી; માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ-કે જેનું ફળ કેવળજ્ઞાન છે. ૧૮.
પાંચ ઇન્દ્રિયોનાં નામ અને તેનો અનુક્રમ
સ્પર્શનરસનાઘાણ વક્ષ:શ્રોત્રાના ૪૧ / અર્થ- [ સ્પર્શન] સ્પર્શન, [ રસના] રસના, [ પ્રાળ] ઘાણ-નાક, [ :] ચક્ષુ અને [ શ્રોત્ર] શ્રોત્ર-કાન એ પાંચ ઇન્દ્રિયો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com