________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[૨૪]
(૧૪) પ્રશ્નઃ- વ્યવહા૨ મોક્ષમાર્ગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે તો ત્યાં શું પ્રયોજન છે?
સમાધાનઃ- (૧) સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુદ્ધાત્મદ્રવ્યના અવલંબન વડે પોતાની શુદ્ધતા વધારીને જેમ જેમ શુદ્ધતા વડે ગુણસ્થાનમાં આગળ વધશે તેમ તેમ અશુદ્ધતાનો ( શુભાશુભનો) અભાવ થશે અને ક્રમે ક્રમે શુભભાવનો અભાવ કરીને શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પ્રગટ કરશે એમ બતાવવાને માટે વ્યવહા૨ મોક્ષમાર્ગને પરંપરા ( નિમિત્ત ) કારણ કહેલ છે. અહીં નિમિત્તને દેખાડવાનું પ્રયોજન હોવાથી વ્યવહાર નયનું કથન છે.
(૨) જ્ઞાનીનો શુભભાવ પણ આસ્રવ (બંધનું કારણ ) હોવાથી તે નિશ્ચય નય પરંપરાએ પણ મોક્ષનું કા૨ણ થઈ શકતો નથી. શ્રી કુંદકુંદાચાર્ય દેવકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગાથા ૫૯ માં કહ્યું છે કે કર્મોનો આસવ કરવાવાળી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતો નથી તેથી સંસા૨પરિભ્રમણના કારણરૂપ આસવને નિંધ જાણો ।। ૫૯।।
(૩) પંચાસ્તિકાય ગાથા ૧૬૭ માં શ્રી જયસેન આચાર્યે કહ્યું છે કે- “શ્રી અદ્વૈતાદિમાં પણ જે રાગ થાય છે તે રાગ પણ છોડવા યોગ્ય છે.” પછી ગાથા ૧૬૮ માં કહ્યું છે કે, ધર્મી જીવનો રાગ પણ (નિશ્ચયનયથી) સર્વ અનર્થનું ૫રં૫રા કારણ છે.
(૪) આ વિષયમાં સ્પષ્ટીકરણ:- શ્રી નિયમસારની ગાથા ૬૦ (ગુજરાતી ) પાનું ૧૧૭ ફૂટનોટ નં. ૩માં કહ્યું છે કે “શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપ૨ાહેતુ કહેલ છે, ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મ દ્રવ્યને અવલંબતી હોવાથી ) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે. અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાàતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરાહેતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટયો જ નથી-વિધમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો ?
(૫) અને પંચાસ્તિકાય ગાથા-૧૫૯ (ગુજ. અનુ.) પાનું ૨૩૩-૩૪ માં ફૂટનોટ નં. ૪માં કહ્યું છે કે- “જિન ભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com