________________
સંસાર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૧૨-૧૩ ]
[ ૨૦૧ સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ
સંસારિણગ્રસસ્થાવ૨T: ૨૨ાા અર્થ:- [ સંસારિખ: ] સંસારી જીવ [2] ત્રસ અને [૨થાવર: ] સ્થાવરના ભેદથી બે પ્રકારના છે.
ટીકા (૧) આ ભેદો પણ અવસ્થાદષ્ટિએ પાડવામાં આવ્યા છે.
(૨) જીવવિપાકી ત્રસનામકર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે, અને જીવવિપાકી સ્થાવરનામકર્મના ઉદયથી જીવ સ્થાવર કહેવાય છે, ત્રસ જીવોને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયો હોય છે અને સ્થાવર જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. (સ્થિર રહે તે સ્થાવર અને હાલ-ચાલે તે ત્રસ એવી વ્યાખ્યા બરાબર નથી-એ ધ્યાન રાખવું.)
(૩) બે ઇન્દ્રિયથી અયોગકેવળી ગુણસ્થાન સુધીના જીવો ત્રસ છે, મુક્ત (સિદ્ધ ) જીવો ત્રસ કે સ્થાવર નથી કેમકે ત્રસ અને સ્થાવર એ ભેદો સંસારી જીવોના છે.
(૪) પ્રશ્ન-ડરે-ભયભીત થાય અથવા હલન-ચલન કરે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર-એવો અર્થ કેમ કરતા નથી?
ઉત્તર- જો હલન-ચલન અપેક્ષાએ ત્રપણું અને સ્થિરતા અપેક્ષાએ સ્થાવરપણું એમ હોય તો (૧) ગર્ભમાં રહેલા, ઇંડામાં રહેલા, મૂર્જિત, સૂતેલા વગેરે જીવો હલન-ચલન રહિત છે તેથી તેઓ ત્રસ નહિ ઠરે; અને (૨) પવન, અગ્નિ તથા જલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં દેખાય છે તેમ જ ધરતીકંપ વગેરે વખતે પૃથ્વી ધ્રુજે છે, અને વૃક્ષો પણ ધ્રુજે છે. વૃક્ષનાં પાંદડાં પવન વખતે હુલે છે તેથી તેમને સ્થાવરપણું ઠરશે નહિ અને તેથી કોઈ પણ જીવ સ્થાવર રહેશે નહિ. ૧૨.
સ્થાવર જીવોના ભેદ पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः।।१३।। અર્થ:- [પૃથિવી , તેન: વાયુ વનસ્પતય:] પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ પાંચ પ્રકારના [સ્થાવ૨T: ] સ્થાવર જીવો છે. [ આ જીવને માત્ર સ્પર્શન ઇન્દ્રિય હોય છે.
(૧) આત્મા જ્ઞાનસ્વભાવ છે, પણ જ્યારે તેને પોતાની વર્તમાન લાયકાતના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com