________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૧૦ ]
[ ૧૯૭ (એક એક યોગસ્થાનોમાંથી ) એક અનુભાગબંધસ્થાન થવા માટે પસાર થવું જોઈએ; અને ત્યારપછી એકેએક અનુભાગબંધસ્થાનમાંથી એક કષાયસ્થાન થવા માટે પસાર થવું જોઈએ, અને એક જઘન્યસ્થિતિબંધ થવા માટે એકેએક કષાયસ્થાનોમાંથી પસાર થવું જોઈએ.
૫. ત્યાર પછી તે જઘન્યસ્થિતિબંધમાં એકેક સમય અધિક એમ વધતાં (નાનામાં નાના જઘન્યબંધથી આગળ દરેક પગલે) જવું જોઈએ. એ પ્રમાણે આઠ કર્મો અને (મિથ્યાષ્ટિને લાયક) બધી ઉત્તર કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરી થાય ત્યારે એક ભાવપરિવર્તન પૂરું થાય છે.
૬. ઉપર પારા ૩ માં કહેલ જઘન્યસ્થિતિબંધને તથા પારા ૨ માં કહેલ સર્વજઘન્ય કષાયભાવસ્થાનને તથા પારા ૧ માં કહેલ અનુભાગબંધસ્થાનને પ્રાપ્ત થવાવાળું તેને લાયક સર્વજઘન્ય યોગસ્થાન હોય છે. અનુભાગ A, કષાય B અને સ્થિતિ : એ ત્રણેનો તો જઘન્ય જ બંધ હોય પણ યોગસ્થાન પલટીને જઘન્યયોગસ્થાન પછી ત્રીજ યોગસ્થાન થાય અને અનુભાગસ્થાન A, કષાયસ્થાન B, સ્થિતિસ્થાન ૮ જઘન્ય જ બંધાય; પછી ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું, આઠમું વગેરે યોગસ્થાન થતાં થતાં અનુક્રમે અસંખ્યાત પ્રમાણ સુધી પલટાય તો પણ તે કોઈ ગણતરીમાં લેવા નહિ, અથવા કોઈ બે જઘન્યયોગસ્થાનની વચમાં અન્ય કષાયસ્થાન A, અન્ય અનુભાગસ્થાન B કે અન્ય યોગસ્થાન આવી જાય તો તે ગણતરીમાં લેવા નહિ. *
ભાવપરિવર્તનનું કારણ મિથ્યાત્વ છે આ સંબંધમાં કહ્યું છે કે
सव्वा पयडिविदिओ अणुभागपदेसबंधठाणाणि।
मिच्छत्तसंसिदेण य भमिदा पुण भावसंसारे।। १।। અર્થ- સમસ્ત પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનરૂપ મિથ્યાત્વના સંસર્ગથી નિશ્ચયે (ખરેખર) ભાવસંસારમાં જીવ ભ્રમે છે.
(૧૨) સંસારના ભેદ પાડતાં ભાવપરિભ્રમણ તે ઉપાદાન અર્થાત નિશ્ચયસંસાર છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ તથા ભવપરિભ્રમણ તે નિમિત્તમાત્ર છે અર્થાત્ વ્યવહારસંસાર છે કેમકે તે પરવસ્તુ છે; નિશ્ચય એટલે ખરેખર અને વ્યવહાર એટલે કથનરૂપ, નિમિત્તમાત્ર
* યોગસ્થાનોમાં પણ અવિભાગપ્રતિચ્છેદ પડે છે, તેમાં અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ અને અસંખ્યાતગુણ વૃદ્ધિ એમ ચાર સ્થાનરૂપ જ હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com