________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ].
[ મોક્ષશાસ્ત્ર પ્રશ્ન:- ઉપયોગ એટલે શું?
ઉત્તર- ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે, તે ચૈતન્યસ્વભાવને અનુસરતો આત્માનો જે પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિબંધ લક્ષણ છે.
આઠમા સૂત્રનો સિદ્ધાંત શરીરાદિનાં કાર્યો હું કરી શકું, હું તેને હુલાવી-ચલાવી શકું એમ જે જીવો માને છે તે ચેતન અને જડદ્રવ્યને એકરૂપ માને છે, તેઓની એ ખોટી માન્યતા છોડાવવા અને જીવદ્રવ્ય જડથી સર્વથા જાદુ છે એમ બતાવવા જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે એમ આ સૂત્રમાં બતાવ્યું છે.
નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય કદી પુદગલદ્રવ્યપણે (શરીરાદિપણે) થતું જોવામાં આવતું નથી અને નિત્ય જડ લક્ષણવાળું શરીરાદિ પુદ્ગલ દ્રવ્ય કદી જીવદ્રવ્યપણે થતું જોવામાં આવતું નથી; કારણ કે ઉપયોગ અને જડપણાને એકરૂપ થવામાં, પ્રકાશ અને અંધકારની માફક, વિરોધ છે. જડ અને ચેતન કદી પણ એક થઈ શકે નહિ. જડ અને ચેતન એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈપણ રીતે એકરૂપ થતાં નથી; તેથી હે જીવ! તું સર્વ પ્રકારે પ્રસન્ન થા! તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે' એમ અનુભવ. આવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
જીવ, શરીર અને દ્રવ્યકર્મ એક આકાશપ્રદેશે બંધારૂપ રહ્યાં છે તેથી તે ઘણા મળેલા પદાર્થોમાંથી એક જીવ પદાર્થને જુદો જાણવા માટે આ સૂત્રમાં જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. | ૮ાા
[ સર્વાર્થસિદ્ધિ ભાગ બીજ. પા. ર૭-૨૮] ઉપયોગના ભેદો
स द्विविधोऽष्टचतुर्भेदः।।९।। અર્થ:- [ :] તે ઉપયોગના [ દ્વિવિધ:] જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એવા બે ભેદ છે; વળી તેઓ કમથી [ ચતુ: મે:] આઠ અને ચાર ભેદ સહિત છે અર્થાત જ્ઞાન ઉપયોગના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ (એ પાંચ સમ્યજ્ઞાન) અને કુમતિ, કુશ્રુત તથા કુઅવધિ (એ ત્રણ મિથ્યાજ્ઞાન) એમ આઠ ભેદ છે, તેમ જ દર્શનઉપયોગના ચક્ષુ, અચક્ષુ, અવધિ તથા કેવળ એમ ચાર ભેદ છે. આ રીતે જ્ઞાનના આઠ અને દર્શનના ચાર ભેદો મળી ઉપયોગના કુલ બાર ભેદ છે.
ટીકા (૧) આ સૂત્રમાં “ઉપયોગના ભેદ બતાવ્યા છે, કેમકે ભેદ બતાવ્યા હોય તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com