________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ]
[ મોક્ષશાસ્ત્ર (૩) અનાદિ અજ્ઞાની જીવને ક્યા ભાવો કદી થયા નથી?
૧. એ વાત લક્ષમાં રાખવી કે જીવને અનાદિથી જ્ઞાન, દર્શન અને વીર્ય લાયોપથમિકભાવો છે પણ તે કાંઈ ધર્મનું કારણ નથી.
૨. પોતાના સ્વરૂપને લગતી અસાવધાની (મોહ) સંબંધનો ઔપથમિકભાવ અનાદિ અજ્ઞાની જીવને કદી પ્રગટયો નથી. જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે દર્શનમોહનો ( મિથ્યાત્વનો) ઉપશમ થાય છે; સમ્યગ્દર્શન અપૂર્વ છે કેમકે તે જીવને પૂર્વે કદી પણ તે ભાવ થયેલો ન હતો. આ ઔપથમિકભાવ થયા પછી મોહને લગતા ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવ તે જીવને પ્રગટ થયા વગર રહેતા નથી; તે જીવ મોક્ષાવસ્થા અવશ્ય પ્રગટ કરે છે.
(૪) ઉપરના ઔપશમિકાદિ ત્રણ ભાવો ક્યા વિધિથી પ્રગટે?
૧. જ્યારે જીવ પોતાના આ ભાવોનું સ્વરૂપ સમજીને ત્રિકાળી ધૃવરૂપ (સકળ નિરાવરણ ) અખંડ એક અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ તરફ પોતાનું વલણ-લક્ષ સ્થિર કરે ત્યારે ઉપરના ત્રણ ભાવો પ્રગટે છે; “હું ખંડ-જ્ઞાનરૂપ છું' એવી ભાવના વડે ઔપશમિકાદિ ભાવો પ્રગટતા નથી.
[ શ્રી સમયસાર-હિંદી, જયસેનાચાર્યકૃત ટીકા પા. ૪૮૩] ૨. પોતાના અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ તરફના વલણને અધ્યાત્મભાષામાં “નિશ્ચયનયનો આશ્રય' કહેવામાં આવે છે. નિશ્ચયનયના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટે છે. નિશ્ચયનયનો વિષય અખંડ; અવિનશ્વર શુદ્ધપારિણામિકભાવ અર્થાત્ જ્ઞાયકભાવ છે. વ્યવહારનયના આશ્રયે શુદ્ધતા પ્રગટતી નથી પણ અશુદ્ધતા પ્રગટે છે.
[ શ્રી સમયસાર ગાથા-૧૧] (૫) પાંચ ભાવોમાંથી ક્યા ભાવ બંધરૂપ છે અને ક્યા
ભાવ બંધરૂપ નથી ૧. આ પાંચ ભાવોમાંથી એક ઔદયિકભાવ (મોહ સાથેનો જોડાણભાવ) બંધરૂપ છે; જ્યારે જીવ મોહભાવ કરે ત્યારે કર્મનો ઉદય બંધનું કારણ ઉપચારથી કહેવાય અને જો જીવ મોહભાવરૂપે ન પરિણમે તો બંધ થાય નહિ અને ત્યારે તે જ જડ-કર્મની નિર્જરા થઈ એમ ઉપચારથી કહેવાય.
૨. જેમાં પુણ્ય, પાપ, દાન, પૂજા, વ્રતાદિ ભાવોનો સમાવેશ થાય છે એવા આસ્રવ અને બંધ એ બે ઔદયિકભાવ છે; સંવર અને નિર્જરા તે મોહના ઔપશમિક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com