________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
મોક્ષશાસ્ત્ર ઉત્તર- ભાવના વખતે પારિણામિકભાવ ધ્યાન કરવા યોગ્ય છે અર્થાત ધ્યેય છે. ધ્યેયભૂત દ્રવ્યરૂપ જે શુદ્ધપારિણામિકભાવ છે તે ત્રિકાળ રહે છે તેથી તે ધ્યાન કરવા યોગ્ય છે.
૨. પ્રશ્ન- પારિણામિકભાવના આશ્રયે જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે ધ્યેય કેમ નથી?
ઉત્તર:- તે ધ્યાન પોતે પર્યાય છે તેથી વિનશ્વર છે, પર્યાયના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે નહિ, માટે તે ધ્યેય નથી.
[ હિંદી સમયસાર ટીકા. જયસેનાચાર્યની ટીકાનો અનુવાદ, પાનું ૩૩૦-૩૩૧]
૩. પ્રશ્ન- શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિકભાવ બે પ્રકારના નથી પણ પારિણામિકભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે?
ઉત્તર:- ના, તે બરાબર નથી, જો કે સામાન્યરૂપે (-દ્રવ્યાર્થિકન અગર ઉત્સર્ગ કથનથી) પારિણામિકભાવ શુદ્ધ છે તોપણ વિશેષરૂપે (પર્યાયાર્થિકનયે અગર અપવાદ કથનથી) અશુદ્ધપારિણામિકભાવ પણ છે. આ કારણે વીવમવ્યાયવ્યત્વ નિ વા એવા આ અધ્યાયના સાતમા સૂત્રથી પારિણામિકભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ત્રણ પ્રકારનો કહ્યો છે, તેમાંથી શુદ્ધ ચૈતન્યરૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્યાશ્રિત છે, તેથી તેને શુદ્ધદ્રવ્યાશ્રિત નામનો શુદ્ધપરિણામિકભાવ જાણવો; અને (દશ પ્રકારના દ્રવ્યપ્રાણોથી ઓળખાતું જે જીવત્વસ્વરૂપ છે તે) જીવત, ભવ્યત્વ તથા અભવ્યત્વ એ ત્રણ પ્રકારો પર્યાયાશ્રિત છે તે કારણે તેને પર્યાયાર્થિક નામના અશુદ્ધ પારિણામિકભાવો જાણવા.
૪. પ્રશ્ન- એ ત્રણ ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે?
ઉત્તર:- એ અશુદ્ધપરિણામિકભાવ વ્યવહારથી સાંસારિક જીવોમાં છે તોપણ ‘સર્વે સુ સુદ્ધગયા' અર્થાત્ સર્વે જીવો શુદ્ધનયે શુદ્ધ છે, તેથી એ ત્રણ ભાવો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ કોઈ જીવને નથી (મુક્ત જીવોને તો તે સર્વથા જ નથી). સંસારી જીવોમાં પર્યાયઅપેક્ષાએ અશુદ્ધત્વ છે.
૫. પ્રશ્ન- આ શુદ્ધ અને અશુદ્ધ પારિણામિકભાવોમાંથી ક્યો ભાવ ધ્યાન સમયે ધ્યેયરૂપ છે?
ઉત્તર- જે દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિકભાવ છે તે અવિનાશી છે તેથી તે ધ્યેયરૂપ છે, અર્થાત્ તે ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવના લક્ષ શુદ્ધ અવસ્થા પ્રગટે છે.
[ બૃહત્ દ્રવ્યસંગ્રહ પા. ૩૪-૩૫]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com