________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૫ ]
[ ૧૬૭ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિમ્બિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે....”
(પ્ર. સાર ગાથા-૨૦૦ની ટીકા) (૮) “ઘાતિકર્મનો નાશ થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય-એ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંતદર્શન-શાનથી તો, છ દ્રવ્યોથી ભરપૂર જે આ લોક છે તેમાં જીવ અનંતાનંત અને પુદ્ગલ એનાથી પણ અનંતગુણા છે; અને ધર્મ, અધર્મ તથા આકાશ એ ત્રણ દ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્ય છે-તે સર્વ દ્રવ્યોની ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્ન-ભિન્ન એક સમયમાં દેખે અને જાણે છે.”
[અષ્ટપાહુડ-ભાવપાહુડ ગાથા-૧૫૦ ની ૫. જયચંદ્રજીકૃત ટીકા ] (૯) શ્રી પંચાસ્તિકાયની શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા પૃ. ૮૭ ગાથા ૫ માં કહ્યું છે કે
TITIMIM ચ ઇન્થિ વળિો (ગાથા-૫) કેવળી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, અર્થાત્ તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે-એમ હોતું નથી, પણ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે.”
(૧૦) ભગવંત ભૂતબલિ આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગ, પ્રકૃતિબંધ અધિકાર પૃ. ૨૭-૨૮ માં કેવળજ્ઞાનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છેઃ
કેવળી ભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. એવું કોઈ જ્ઞય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. જ્ઞાનનો ધર્મ જ્ઞયને જાણવાનો છે અને જ્ઞયનો ધર્મ છે જ્ઞાનનો વિષય થવાનો. એમાં વિષયવિષયિભાવ સંબંધ છે. જ્યારે મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્યકાળની વાતોનું પરિજ્ઞાન કરે છે, ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ (-જ્ઞાન) કરવું યુક્તિયુક્ત જ છે.... જે ક્રમપૂર્વક કેવળીભગવાન અનંતાનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકત. અનંતકાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું ગ્રહણ (-જ્ઞાન) થાય છે.
જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા વિશ્વના તત્ત્વોનો બોધ કરી લે છે, તો આગળ તે કાર્યહીન જઈ જશે ”—એ આશંકા પણ યોગ્ય નથી; કારણ કે કાળદ્રવ્યના નિમિત્તે તથા અગુલઘુગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com