________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૪ ]
[ ૧૫૫ ૨-જ્યાં સ્વ-પર ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવાં એ છે, અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે એટલે સ્વ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણ કહ્યું છે.
૩-જ્યાં આત્મશ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. તથા
૪-જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે, કારણ કે અરહંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત અતત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્યકારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી સુવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ-ગુરુધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનોની મુખ્યતાપૂર્વક જુદાં જુદાં લક્ષણ કહ્યાં છે.
(૭) પ્રશ્ન- એ જુદાં જુદાં ચાર લક્ષણો કહ્યા તેમાં આ જીવ ક્યા લક્ષણને અંગીકાર કરે?
ઉત્તર- જ્યાં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં તો એ ચારે લક્ષણો એકસાથે હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપને જ સંભાળે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાનાપ્રકારના વિચાર થાય પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાય સહિત કરે છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં તો ચારે લક્ષણોનો અંગીકાર છે, પણ જેને વિપરીતાભિનિવેશ હોય છે તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતાં નથી. તે જિનમતનાં જીવાદિતત્ત્વોને માને છે, અન્યનાં માનતો નથી તથા તેનાં નામ-ભેદાદિને શીખે છે, એ પ્રમાણે તેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે પરંતુ તેના યથાર્થભાવનું શ્રદ્ધાન થતું નથી. વળી એ સ્વ-પરના ભિન્નપણાની વાતો કરે છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ ચિંતવન કરે છે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com