________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] બતાવવાને માટે તેને વ્યવહારનયથી સાધક કહ્યું છે. આ કથન ઉપરથી કેટલાક (જીવો) એમ માને છે કે-નિશ્ચય મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષમાર્ગ વિપરીત ( વિરુદ્ધ) નથી પણ બને હિતકારી છે, તો તેઓની આ માન્યતા જૂઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું ૨૪૩ માં કહ્યું છે કે
“મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ છે, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે, એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
“વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે.” શ્રી સમયસાર (ગાથા ૧૧માં) પણ એમ કહ્યું છે કે
‘ववहारोऽभूयत्थो, भूयत्थो देसिदो दु सुद्धणओ' અર્થ- વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય છે તે નિશ્ચય છે, ભૂતાર્થ છે. કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે; એ પ્રમાણે એ બન્નેનું (બે નયોનું) સ્વરૂપ તો વિરુદ્ધતા સહિત છે. (મો માર્ગ પ્ર. પાનું ૨૪૩) બે નયો સમકક્ષ નથી પણ “પ્રતિપક્ષ છે” (સમયસાર ગા. ૧૪ ભાવાર્થ).
પ્રવચનસાર ગાથા ૨૭૩-૨૭૪માં તથા ટીકામાં પણ કહ્યું છે કે મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ “શુદ્ધ જ છે” અને તે જ ચારે અનુયોગોનો સાર છે.
(૧૦) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો મિથ્યા દર્શનશાન-ચારિત્ર વિરુદ્ધ છે જ, પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનું સ્વરૂપ તથા ફળ પણ પરસ્પર વિરુદ્ધ છે. આનો નિર્ણય કરવાને માટે કેટલાક આધારો નીચે આપવામાં આવે છે
૧. શ્રી નિયમસારજી (ગુજરાતી) પાનું ૧૪૯ નિશ્ચય પ્રતિક્રમણ અધિકારની
ગાથા ૭૭ થી ૮૧ ની ભૂમિકા, ૨. નિયમસાર ગાથા ૯૧ પાનું ૧૭૩ કળશ ૧રર ૩. નિયમસાર ગાથા ૯૨ પાનું ૧૭૫ ટીકા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com