________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ મોક્ષશાસ્ત્ર હોય છે. જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગાદિક છોડી શુદ્ધભાવ કરવાની ઇચ્છા ન થાય. એ જ અહીં કહેવામાં આવે છે.
જો જીવની જાતિ ન જાણે-સ્વપરને ન ઓળખે તો તે ૫૨માં રાગાદિક કેમ ન કરે ? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ ધરવો તે કેમ ઇચ્છે? અને રાગાદિક જ આસ્રવ છે, વળી રાગાદિકનું ફળ બૂરું છે એમ ન જાણે તો તે રાગાદિક છોડવા શા માટે ઇચ્છે? અને રાગાદિકનું ફળ તે જ બંધ છે. રાગાદિરહિત પરિણામોને ઓળખે તો તે રૂપ થવા ઇચ્છે, અને રાગાદિરહિત પરિણામનું નામ જ સંવર છે, વળી પૂર્વસંસાર અવસ્થાનું જે કારણ વિભાવભાવ છે, તેની હાનિને તે ઓળખે છે તથા તેના અર્થે શુદ્ધભાવ કરવા ઇચ્છે છે, હવે પૂર્વ સંસાર અવસ્થાનું કારણ વિભાવભાવ છે, તેની હાનિ થવી તે જ નિર્જરા છે, જો સંસારઅવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંવરનિર્જરારૂપ શા માટે પ્રવર્તે? અને સંસાર અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. એ પ્રમાણે સાતે તત્ત્વોનું શ્રદ્ધાન થતાં જ રાગાદિક છોડી શુદ્ધભાવરૂપ થવાની ઇચ્છા ઊપજે છે; જો એમાંના એક પણ તત્ત્વોનું શ્રદ્ધાન ન હોય તો એવી ઇચ્છા ન થાય. એવી ઇચ્છા એ તુચ્છજ્ઞાની તિર્યંચાદિક સમ્યગ્દષ્ટિને હોય છે જ, તેથી તેને સાત તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ( ઉઘાડ ) થોડો હોવાથી તેને વિશેષપણે તત્ત્વોનું જ્ઞાન હોતું નથી તોપણ મિથ્યાદર્શનના ઉપશમાદિકથી સામાન્યપણે તત્ત્વશ્રદ્ધાનની શક્તિ પ્રગટ હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ નથી.
(૨) પ્રશ્ન:- જે કાળમાં સમ્યગ્દષ્ટિ વિષય-કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્ત્વોનો વિચાર જ નથી તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે ? અને સમ્યક્ત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ આવે છે.
ઉત્તર:- વિચાર છે તે તો ઉપયોગને આધીન છે, જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય; પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે, માટે અન્ય જ્ઞેયનો વિચાર થતાં વા શયનાદિ ક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી; તેથી તેને સમ્યક્ત્વનો સદ્ભાવ છે. જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ તો છે કે-‘હું મનુષ્ય છું, તિર્યંચ નથી, મને આ કારણથી રોગ થયો છે, અને હવે મારે એ કારણ મટાડી રોગને ઘટાડી નિરોગ થવું જોઈએ ' હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ તો છે કે-‘હું આત્મા છું-પુદ્ગલાદિ નથી, મને આસવથી બંધ થયો છે પણ હવે મારે સંવર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com