________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ મોક્ષશાસ્ત્ર લક્ષે જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની જ મૂર્તિ આત્મા છે તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે. સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે, ગુણ તે ગુણીથી જુદો ન હોય. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે.
છેલ્લી ભલામણો આ આત્મકલ્યાણનો નાનામાં નાનો (બધાથી થઈ શકે તેવો) ઉપાય છે. બીજા બધા ઉપાયો છોડીને આ જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશમાત્ર નથી. સત્સમાગમે એક આત્માનો જ નિશ્ચય કરવો. વાસ્તવિક તત્ત્વની શ્રદ્ધા વગર અંદરના વેદનની રમઝટ નહિ જામે. પ્રથમ અંતરથી સનો હકાર આવ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ. ભવબંધનના અંત વગરનાં જીવન શા કામનો ? ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે ઇન્દ્રપદ મળે પરંતુ તેમાં આત્માને શું? આત્માના ભાન વગરના તો એ પુણ્ય અને એ ઇન્દ્રપદ બધાંય ધૂળધાણી જ છે, તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલાં શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવનો દઢ નિશ્ચય કરતાં પ્રતીતિમાં ભવની શંકા જ રહેતી નથી, અને જેટલી જ્ઞાનની દઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે.
પ્રભુ! તું કેવો છો, તારી પ્રભુતાનો મહિમા કેવો છે, એ તે જાણ્યો નથી. તારી પ્રભુતાના ભાન વગર તું બહારમાં જેનાં તેનાં ગાણાં ગાયા કરે તો તેમાં કંઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. પરનાં ગાણાં ગાયાં પણ પોતાના ગાણાં ગાયાં નહિ; ભગવાનની પ્રતિમા સામે કહે કે ” હે નાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો,” ત્યાં સામો પણ એવો જ પડઘો પડે કે ” હે નાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો'.. અંતરમાં ઓળખાણ હોય તો એ સમજે ને' ઓળખાણ વગર અંતરમાં સાચો પડધો (નિઃશંકતા) જાગે નહિ.
શુદ્ધાત્મસ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો-જે કહો તે આ એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે. તે આ એક આત્મા જ છે, તેને જ જુદા જુદા નામથી કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ કે સાધુપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. સમાધિમરણ, આરાધના એ વગેરે નામો પણ સ્વરૂપની સ્થિરતા જ છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન જ સર્વ ધર્મનું મૂળ છે, સમ્યગ્દર્શન જ આત્માનો ધર્મ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com