________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર આનંદ પ્રગટ નથી પણ પોતાને જેની ભાવના છે તેવો આનંદ બીજા કોઈકને પ્રગટયો છે અને જેમને તે આનંદ પ્રગટયો છે એવાઓના નિમિત્તથી પોતે તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણે-આમ જાણ્યું તેમાં સાચાં નિમિત્તાની ઓળખાણ પણ આવી ગઈ. આટલું કરે ત્યાં સુધી હુજી જિજ્ઞાસુ છે.
પોતાની અવસ્થામાં અધર્મ-અશાંતિ છે તે ટાળીને ધર્મ-શાંતિ પ્રગટાવવી છે. તે શાંતિ પોતાને આધારે અને પરિપૂર્ણ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ એમ નક્કી કરે છે કે હું એક આત્મા મારું પરિપૂર્ણ સુખ પ્રગટાવવા માગું છું, તો તેવું પરિપૂર્ણ સુખ કોઈને પ્રગટયું હોવું જોઈએ; જો પરિપૂર્ણ સુખ-આનંદ પ્રગટ ન હોય તો દુઃખી કહેવાય. જેને પરિપૂર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટયો હોય તે જ સંપૂર્ણ સુખી છે; તેવા સર્વજ્ઞ છે. આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા-મૂકવાની વાત તો છે જ નહિ, –જ્યારે પરથી જરા છૂટો પડ્યો ત્યારે તો આત્માની જિજ્ઞાસા થઈ છે. આ તો પરથી ખસીને જેને પોતાનું હિત કરવાની ઝંખના જાગી છે એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળી તે પાત્રતા, અને સ્વભાવની રુચિ અને ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે.
દુઃખનું મૂળ ભૂલ છે. જેણે પોતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે તો તેનું દુઃખ ટળે. બીજા કોઈએ ભૂલ કરાવી નથી તેથી બીજો કોઈ પોતાનું દુઃખ ટાળવા સમર્થ નથી.
શ્રુતજ્ઞાનનું અવલંબન-એ જ પહેલી ક્રિયા જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જિજ્ઞાસુએ પ્રથમ શું કરવું તે બતાવાય છે. આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી પણ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મકલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ કરવા માટે, જેઓને પૂર્ણ કલ્યાણ પ્રગટયું છે તે કોણ છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું-એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે; એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઇએ, એ જ પ્રથમ કર્તવ્ય છે. કોઇ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી, છતાં જ્યારે પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સત્ દેવ-ગુરુ જ હોય છે.
આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પૂર્ણ પુરુષ સંપૂર્ણ સુખી છે અને સંપૂર્ણ જ્ઞાતા છે; તે જ પુરુષ પૂર્ણ સુખનો પૂર્ણ સત્ય માર્ગ કહી શકે છે; પોતે તે સમજીને પોતાનું પૂર્ણ સુખ પ્રગટ કરી શકે છે, અને પોતે સમજે ત્યારે સાચાં દેવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com