________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ]
[ મોક્ષશાસ્ત્ર આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ. પરમાત્મરૂપ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે ) અને જણાય છે, તે જ સમ્યગ્દર્શન અને જ્ઞાન છે.”
[ જુઓ, સમયસાર ગાથા-૧૪૪ ટીકા ] આ પેરેગ્રાફ ઉપરનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે:
શ્રુતજ્ઞાન કોને કહેવું..? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો” – આમ કહ્યું છે. શ્રુતજ્ઞાન કોને કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું શ્રુતજ્ઞાન અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વરૂપને સિદ્ધ કરે છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને “સ્વપણે છે અને પરપણે નથી' –એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે.
પર વસ્તુને છોડવાનું કહે અથવા પર ઉપરના રાગને ઘટાડવાનું કહે એ કાંઈ ભગવાને કહેલા શ્રુતજ્ઞાનનું લક્ષણ નથી. એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પરદ્રવ્યથી છૂટી છે આમ અસ્તિ-નાસિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બતાવે તે અનેકાન્ત છે અને તે જ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ સ્વપણે છે અને પરપણે નથી-એમાં વસ્તુ કાયમ સિદ્ધ કરી છે.
શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ-અનેકાન્ત એક વસ્તુમાં “છે” અને “નથી” એવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ જાદીજુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે તે શ્રુતજ્ઞાન છે; આત્મા સર્વ પદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ.
અનંત પરવસ્તુથી આ આત્મા જુદો છે એમ સિદ્ધ થતાં હવે પોતાના દ્રવ્યપર્યાયમાં જોવાનું આવ્યું. મારું ત્રિકાળી દ્રવ્ય તે એક સમય પૂરતી અવસ્થારૂપે નથી; એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી સ્વરૂપપણે વિકાર નથીઆમ વિકાર રહિત સ્વભાવની સિદ્ધિ પણ અનેકાંત વડે જ થાય છે. ભગવાનના કહેલાં સશાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે. ભગવાને પણ જીવોની દયા પાળવાનું કહ્યું કે અહિંસા બતાવી અથવા કર્મોનું વર્ણન કર્યુ-એ કાંઈ ભગવાનને કે ભગવાનના કહેલા શાસ્ત્રને ઓળખવાનું ખરું લક્ષણ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com