________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૨ ].
[ ૧૨૭ અપેક્ષા વિનાનો એકરૂપ છે. કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી; જોકે આત્મસ્વભાવ તો અબંધ જ છે પરંતુ ‘હું અબંધ છું’ એવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતાદ્રષ્ટા નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે, અનાદિથી તેની સમ્યક પ્રતીતિ વગર તેનો અનુભવ નથી, અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીરાદિમાં તો આત્માનું સુખ નથી, શુભરાગમાં પણ સુખ નથી, અને શુભરાગ રહિત મારું સ્વરૂપ છે' એવા ભેદના વિચારમાં પણ આત્માનું સુખ નથી. માટે તે ભેદના વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. માટે તે નય-પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતાસ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યગ્દર્શન છે અને તેમાં જ સુખ છે. અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતાસ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો-તે આ જ છે.
વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડાનંદ અભેદ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. કોઈ મહેલમાં જવા માટે મોટર ગમે તેવી દોડાવે, પણ તે મહેલના બારણાં સુધી આવી શકે. મોટર સહિત મહેલમાં પેસી શકાય નહિ. ગમે ત્યાંસુધી આગળ લઈ જાય પણ છેવટે તો મોટરમાંથી ઊતરીને જાતે અંદર જવું પડે; તેવી રીતે નયપક્ષના વિકલ્પોરૂપી મોટર ગમે તેટલી દોડાવે. “હું જ્ઞાયક છું, અભેદ છું, શુદ્ધ છું”—એવા વિકલ્પ કરે તો પણ તે વિકલ્પ સ્વરૂપના આંગણાં સુધી લઈ જવાય. પરંતુ સ્વરૂપના અનુભવ વખતે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. નયપક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. “હું સ્વાધીન જ્ઞાનસ્વરૂપી આત્મા છું, કર્મો જડ છે, જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહિ, હું વિકાર કરું તો કર્મોને નિમિત્ત કહેવાય, પણ કર્મો મને વિકાર કરાવે નહિ કેમકે બન્ને દ્રવ્યો જુદાં છે, તે કોઈ એક બીજાનું કરી શકે નહિ. હું જડનું કાંઈ ન કરું જડ મારું કાંઈ ન કરે, રાગ-દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી તેમ જ પરવસ્તુમાં થતા નથી પણ મારી અવસ્થામાં થાય છે, તે રાગદ્વેષ મારો સ્વભાવ નથી, નિશ્ચયથી મારો સ્વભાવ રાગરહિત જ્ઞાનસ્વરૂપ છે.” આ પ્રમાણે બધાં પડખાનું (નયોનું) જ્ઞાન પહેલાં કરવું જોઈએ, પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ છે, ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી, છતાં પહેલાં તે ભેદ જાણવા જોઈએ. એટલું જાણે ત્યારે તે સ્વરૂપના આંગણાં સુધી આવ્યો છે. પછી જ્યારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com