________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
[ મોક્ષશાસ્ત્ર (૨૫) નિશ્ચયસમ્યગ્દર્શનનો બીજો અર્થ મિથ્યાત્વભાવ દૂર થતાં સમ્યગ્દર્શન ચોથે ગુણસ્થાને પ્રગટે છે. તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય હોવાથી નિશ્ચયસમ્યકત્વ છે. પરંતુ તે સમ્યગ્દર્શનની સાથેના ચારિત્રગુણના પર્યાયનો વિચાર કરવામાં આવે તો ચારિત્રગુણના રાગવાળો પર્યાય હોય અથવા તો સ્વાનુભવરૂપ નિર્વિકલ્પ પર્યાય હોય ત્યાં, ચારિત્રગુણના નિર્વિકલ્પ પર્યાય સાથેના નિશ્ચયસમ્યગ્દર્શનને વીતરાગસમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને સવિકલ્પ (રાગસહિત) પર્યાય સાથેના નિશ્ચયસમ્યગ્દર્શનને સરાગસમ્યકત્વ કહેવામાં આવે છે. આ વિષય ઉપર (૮) મા વિભાગમાં કહેવાઈ ગયો છે.
જ્યારે સાતમા ગુણસ્થાને અને તેથી આગળ વધતી દશામાં નિશ્ચયસમ્યગ્દર્શન અને વીતરાગચારિત્રનું અવિનાભાવીપણું હોય ત્યારે તે અવિનાભાવીપણું બતાવવા માટે બન્ને ગુણનું એત્વપણું લઈ તે વખતના સમ્યગ્દર્શનને તે એકત્વની અપેક્ષાએ “નિશ્ચયસમ્યકત્વ' કહેવામાં આવે છે. અને નિશ્ચયસમ્યગ્દર્શન સાથેની વિકલ્પદશા બતાવવા, તે વખતે જોકે નિશ્ચયસમ્યગ્દર્શન છે તોપણ, તે નિશ્ચયસમ્યગ્દર્શનને “વ્યવહારસમ્યકત્વ' કહેવામાં આવે છે. માટે જ્યાં “નિશ્ચયસમ્યગ્દર્શન” શબ્દ વાપર્યો હોય ત્યાં તે શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ છે કે એકલા શ્રદ્ધાગુણની અપેક્ષાએ છે તે નક્કી કરી તેનો અર્થ સમજવો; તેમ જ “વ્યવહારસમ્યગ્દર્શન’ શબ્દ વાપર્યો હોય ત્યાં તે શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ છે કે એકલી શ્રદ્ધાની અપેક્ષાએ છે તે નક્કી કરી તેનો અર્થ સમજવો.
પ્રશ્ન- કેટલાક જીવોને ગૃહસ્થદશામાં મિથ્યાત્વ ટળી સમ્યગ્દર્શન થયું હોય છે તો તે સમ્યગ્દર્શન કેવું સમ્યગ્દર્શન સમજવું?
ઉત્તર:- એકલા શ્રદ્ધાગુણની અપેક્ષાએ તેને નિશ્ચયસમ્યગ્દર્શન અને શ્રદ્ધા તથા ચારિત્રગુણના એકત્વની અપેક્ષાએ તેને વ્યવહારસમ્યગ્દર્શન સમજવું. એ પ્રમાણે ગૃહસ્થદશામાં જે નિશ્ચયસમ્યગ્દર્શન છે તે કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહારસમ્યગ્દર્શન છે-એમ જાણવું.
પ્રશ્ન- તે નિશ્ચયસમ્યગ્દર્શનને શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ વ્યવહારસમ્યગ્દર્શન શા માટે કહ્યું?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિ જીવ શુભરાગને તોડી વીતરાગચારિત્ર સાથે અલ્પકાળમાં તન્મય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com