________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[૧૧૧ તેમનાં બને નેત્રો ખૂલી જાય છે, તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો સર્વથા નાશ થવાથી તથા મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી નિદ્રાના સર્વથા દૂર થઈ જવાથી જે સુપ્રભાતમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન વિશેષ સ્કુરાયમાન થાય છે એવા સુપ્રભાતને પ્રાપ્ત કરી લેનારા મુનિઓને મસ્તક ઝુકાવીને નમસ્કાર છે.
[ પદ્મનંદિ-પંચવિંશતિકા પાનું-૪૪૨] કેવળજ્ઞાન થતાં સમ્યજ્ઞાન તેમ જ સમ્યગ્દર્શન પણ વિશેષ સ્કુરાયમાન થાય છે તેમ આ ગાથામાં જણાવ્યું છે.
(૯) પ્રશ્ન- જો સમ્યકત્વનો વિષય બધાને સરખો છે તો પછી સમ્યગ્દર્શનના ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એવા ભેદો કેમ પડયા?
ઉત્તર- દર્શનમોહનીય કર્મના અનુભાગબંધની અપેક્ષાએ તે ભેદ નથી પણ સ્થિતિબંધની અપેક્ષાએ તે ભેદ છે, પણ તે કારણે તેઓમાં આત્માની માન્યતામાં કાંઈ ફેર પડતો નથી. દરેક પ્રકારના સમ્યગ્દર્શનમાં આત્માની માન્યતા એક જ પ્રકારની છે.
આત્માના સ્વરૂપની જે માન્યતા પથમિક સમ્યગ્દર્શનમાં હોય છે તે જ માન્યતા ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યગ્દર્શનમાં હોય છે. કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યગ્દર્શન હોય છે તેમને પણ આત્માના સ્વરૂપની તે જ પ્રકારની માન્યતા હોય છે. એ રીતે બધા સમ્યગ્દષ્ટિ જીવોને આત્મસ્વરૂપની માન્યતા એક જ પ્રકારની હોય છે.
[ જાઓ, પંચાધ્યાયી અધ્યાય ૨ ગાથા ૯૩૪-૯૩૮]
(૨૧) જ્ઞાનચેતનાના વિધાનમાં ફેર કેમ છે? પ્રશ્ન:- પંચાધ્યાયી અને પંચાસ્તિકાયમાં જ્ઞાનચેતનાના વિધાનોમાં ફેર છે?
ઉત્તરઃ- પંચાધ્યાયીમાં ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનું વિધાન કરેલ છે, (જુઓ, અધ્યાય ૨ ગાથા-૮૫૪) પંચાસ્તિકાયમાં તેરમાં ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનો સ્વીકાર કરેલ છે, પણ તેથી તેમાં કોઈ વિરોધ નથી. સમ્યગ્દષ્ટિ જીવને શુભાશુભ ભાવનું સ્વામિત્વ નથી એ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના પંચાધ્યાયીમાં કહી છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે ક્ષાયોપથમિકભાવમાં કર્મ નિમિત્ત હોય છે તે અપેક્ષાએ નીચેનાં ગુણસ્થાનોમાં તેનો સ્વીકાર કરેલ નથી. બન્ને કથનો વિવક્ષા આધીન હોવાથી સત્ય છે.
(૨૨) આ સંબંધમાં વિચારવા લાયક નવા વિષયો (૧) પ્રશ્ન- ગુણના સમુદાયને દ્રવ્ય કહ્યું છે અને સંપૂર્ણ ગુણો દ્રવ્યના પ્રત્યેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com