________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૦૮]
| [ મોક્ષશાસ્ત્ર નથી અને જ્ઞાનના પર્યાય છે-એમ પંચાધ્યાયી અધ્યાય ર ગાથા ૩૮૬-૩૮૭ માં કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તર- આત્મા જ્યારે જીવાદિ સાત તત્ત્વોને વિચારે છે ત્યારે તેને જ્ઞાનમાં રાગથી ભેદ પડે છે તેથી એ જ્ઞાનના પર્યાય છે અને તે સમ્યકત્વ નથી એમ કહ્યું છે.
સાત તત્ત્વો અને નવ પદાર્થોનું નિર્વિકલ્પક જ્ઞાન તે નિશ્ચય સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન છે. ( જાઓ, પંચાધ્યાયી અ. ૨ ગાથા ૧૮૬–૧૮૯)
શ્રી મખ્ખનલાલજી કૃત પંચાધ્યાયી પાનું-૧૧૦ ગાથા-૩૮૬ ના ભાવાર્થમાં કહ્યું છે કે:
પરંતુ વાસ્તવમેં જ્ઞાન ભી યહી હૈ કિ જૈસે કો તૈસા જાનના ઔર સમ્યકત્વ ભી યહી હૈ કિ જૈસે કા તૈસા શ્રદ્ધાન કરના.”
આ ઉપરથી સમજવું કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. રાગ રહિત જે તત્ત્વાર્થશ્રદ્ધા છે તે સમ્યગ્દર્શન છે, તેને સમ્યક્ માન્યતા અથવા સમ્યક પ્રતીતિ પણ કહેવામાં આવે છે. ગાથા -૩૮૭ માં જ્ઞાનચેતના તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે એમ કહ્યું છે તેનો અર્થ એવો છે કે, અનુભૂતિ પોતે સમ્યગ્દર્શન નથી પણ તે હોય ત્યારે સમ્યગ્દર્શન અવિનાભાવીરૂપ હોય છે તેથી તેને બાહ્ય લક્ષણ કહ્યું છે. (જુઓ, પંચાધ્યાયી અધ્યાય ૨ ગાથા ૪૦૧-૪૦૦-૪૦૩). સમ્યગ્દર્શન પ્રથમ પ્રગટ થતાં જ જ્ઞાન સમ્યક થઈ જાય છે; અને આત્માની અનુભૂતિ થાય છે એટલે કે જ્ઞાન સ્વયમાં સ્થિર થાય છે. પણ તે સ્થિરતા થોડો વખત ટકે છે. અને રાગ હોવાથી જ્ઞાન સ્વમાંથી છૂટીને પર તરફ જાય છે. , ત્યારે પણ સમ્યગ્દર્શન હોય છે અને જોકે જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે તો પણ તે જ્ઞાન સમ્યજ્ઞાન છે; તે વખતે અનુભૂતિ નથી તોપણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે એમ જાણવું.
(૫) પ્રશ્ન- “સમ્યગ્દર્શનનું” એક લક્ષણ જ્ઞાનચેતના છે'- એ બરાબર છે?
ઉત્તર- જ્ઞાનચેતના સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોય જ છે તેથી તે વ્યવહાર અથવા બાહ્ય લક્ષણ છે.
(૬) પ્રશ્ન:- અનુભૂતિનું નામ ચેતના છે-એ બરાબર છે?
ઉત્તર- જ્ઞાનની સ્થિરતા એટલે કે શુદ્ધોપયોગ (અનુભૂતિ) ને ઉપયોગરૂપ જ્ઞાનચેતના કહેવામાં આવે છે.
(૭) પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો અર્થ શુદ્ધાત્માવલોકન વા શુદ્ધાત્મોપલબ્ધિ યા શુદ્ધાત્માનુભૂતિ છે એ બરાબર છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com