________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૩૩] છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત સમજે ત્યારે સાચી માન્યતા પૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે, તેના પરિણામે ક્રમે ક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. બીજાં ચાર દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) અરૂપી છે. તેને કદી અશુદ્ધ અવસ્થા હોતી નથી; આ પ્રમાણે સમજતાં સ્વરૂપવિપરીતતા ટળે છે.
૩-પરદ્રવ્યો, જડ કર્મ અને શરીરથી જીવ ત્રણેકાળે ભિન્ન છે; એકક્ષેત્રાવગાસંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપે છે, કેમકે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય ચારે પ્રકારે ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી અભિન્ન છે, કેમકે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી; આ પ્રમાણે સમજતાં ભેદભેદવિપરીતતા ટળે છે.
સત્ = ત્રિકાળ ટકનાર, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ; એ બધા એકાર્યવાચક શબ્દો છે. જીવનો જ્ઞાયકભાવ ત્રિકાળી અખંડ છે; તેથી તે સત, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દષ્ટિને દ્રવ્યદૃષ્ટિ, વસ્તુષ્ટિ, શિવદષ્ટિ, તત્ત્વદષ્ટિ, કલ્યાણકારી દષ્ટિ પણ કહેવામાં આવે છે.
અસત્ = ક્ષણિક, અભૂતાર્થ, અપરમાર્થ, વ્યવહાર, ભેદ, પર્યાય, ભંગ, અવિદ્યમાન; જીવમાં થતો વિકારભાવ અસત્ છે કેમકે તે ક્ષણિક છે અને ટાળ્યો ટાળી શકાય છે.
જીવ અનાદિથી આ અસત્ વિકારી ભાવ ઉપર દષ્ટિ રાખી રહ્યો છે તેથી તેને પર્યાયબુદ્ધિ, વ્યવહારવિમૂઢ, અજ્ઞાની, મિથ્યાષ્ટિ, મોહી અને મૂઢ પણ કહેવામાં આવે છે. અજ્ઞાની આ અસત્ ક્ષણિક ભાવને પોતાનો માની રહ્યો છે, એટલે કે તે અને સત્ માની રહ્યો છે, માટે આ ભેદ જાણી જે અસને ગૌણ કરી સતસ્વરૂપ ઉપર વજન રાખી પોતાના જ્ઞાયકભાવ તરફ વળે છે તે મિથ્યાજ્ઞાન ટાળી સમ્યજ્ઞાન પ્રગટ કરે છે, તેનું ઉન્મત્તપણે ટળે છે.
વિપર્યય પણ બે પ્રકારે હોય છે-સહજ અને આહાર્ય. (૧) સહજ-જે પોતાથી–પોતાની ભૂલથી એટલે કે પરોપદેશ વિના વિપરીતતા
ઉત્પન્ન થાય છે તે. (૨) આહાર્ય-પરના ઉપદેશથી ગ્રહેલ વિપરીતતા. આ શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા
કુમતિજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ કુશ્રુતજ્ઞાન છે.
શંકા-દયાધર્મના જાણવાવાળા જીવોને ભલે આત્માની ઓળખાણ ન હોય તોપણ દયાધર્મની શ્રદ્ધા હોય છે, તો પછી તેના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કમ મનાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com