________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮]
[ મોક્ષશાસ્ત્ર ( વિભંગ) જ્ઞાન કહે છે. અત્યાર સુધી સમ્યજ્ઞાનનો અધિકાર ચાલતો આવ્યો છે; હવે આ સૂત્રમાં ‘વ’ શબ્દથી એમ સૂચવ્યું છે કે આ ત્રણ જ્ઞાન સમ્યક પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. સૂત્રમાં ‘વિપર્યય:' શબ્દ વાપર્યો છે તેમાં સંશય અને અનધ્યવસાય ગર્ભિતપણે આવી જાય છે-એમ જાણવું. મતિ અને શ્રુતજ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દોષો છે; અવધિજ્ઞાનમાં સંશય હોતો નથી, પણ અનધ્યવસાય અથવા વિપર્યય બે દોષો હોય છે, તેથી તેને કુઅવધિ અથવા વિભંગ કહે છે. વિપર્યય સંબંધી વિશેષ હકીકત ૩ર માં સૂત્રની ટીકામાં આપી છે.
(૨) અનાદિ મિથ્યાદષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને તેને દેવ અને નારકીના ભવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવી પણ હોય છે. / ૩૧TI
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ જેમ નેત્રાદિક ઇન્દ્રિયોથી રૂપાદિને સુમતિથી જાણે છે તેમ મિથ્યાદષ્ટિ પણ કુમતિજ્ઞાનથી તેને જાણે છે, તથા જેમ સમ્યગ્દષ્ટિ શ્રુતજ્ઞાનથી તેને જાણે છે, તથા કથન કરે છે તેમ મિથ્યાષ્ટિ પણ કુશ્રુતજ્ઞાનથી જાણે છે અને કથન કરે છે, તથા જેમ સમ્યગ્દષ્ટિ અવધિજ્ઞાનથી રૂપી વસ્તુઓને જાણે છે તેમ મિથ્યાષ્ટિ કુઅવધિજ્ઞાનથી જાણે છે–તો મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન શા માટે કહો છો?
-ઉત્તરसदसतोरविशेषाघदृच्छोपलब्धेरुन्मत्तवत्।। ३२ ।। અર્થ - [ યદચ્છ ઉપબ્ધ ] પોતાની ઇચ્છાદ્વારા જેમ તેમ (Whims) ગ્રહણ કરવાને કારણે [ સત્ સતો:] વિધમાન અને અવિધમાન પદાર્થોનું [વિશેષાત્ ] ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક ) ન હોવાને કારણે [ઉન્મત્તવત્] પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન જ હોય છે.
ટીકા (૧) આ સૂત્ર ઘણું ઉપયોગી છે. આ “મોક્ષશાસ્ત્ર” હોવાથી, અવિનાશી સુખ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એક જ રસ્તો છે એમ પહેલા સૂત્રમાં જણાવીને, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવ્યું, જેની શ્રદ્ધા વડે સમ્યગ્દર્શન થાય તે સાત તત્ત્વો ચોથા સૂત્રમાં જણાવ્યાં તત્ત્વોને જાણવા માટે પ્રમાણ અને નયના જ્ઞાનની જરૂરિયાત છે એમ છઠ્ઠી સૂત્રમાં કહ્યું; પાંચ જ્ઞાનો સમ્યક હોવાથી તે પ્રમાણ છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com