________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૨૦]
[૬૩ (૭) ભાવકૃત અને દ્રવ્યશ્રુત
શ્રુતજ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષાએ ભેદ પડે છે; અને તેના નિમિત્તમાં પણ ભેદ પડે છે. ભાવસૃત અને દ્રવ્યશ્રુત એ બન્નેમાં બે, અનેક અને બાર ભેદ પડે છે. ભાવશ્રુતને ભાવાગમ પણ કહી શકાય છે, અને તેમાં દ્રવ્યઆગમ નિમિત્ત હોય છે. દ્રવ્ય આગમ (શ્રત) ના બે ભેદ-૧-અંગપ્રવિષ્ટ અને ૨-અંગબાહ્ય છે; અંગપ્રવિષ્ટના બાર ભેદ છે. (૮) અનક્ષરાત્મક અને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન
અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદ-પર્યાયજ્ઞાન અને પર્યાયસમાસ છે. સૂક્ષ્મ નિગોદિયા જીવને ઉત્પન્ન થતી વખતે જે પહેલે સમયે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન હોય છે તે પર્યાયજ્ઞાન છે. બીજો ભેદ પયૅયસમાસ છે. સર્વ જઘન્ય જ્ઞાનથી અધિક જ્ઞાનને પર્યાયસમાસ કહે છે. [તેના અસંખ્યાત લોકપ્રમાણ ભેદ છે. ] નિગોદિયા જીવને સમ્યક શ્રુતજ્ઞાન હોતું નથી પણ મિથ્યાશ્રુત હોય છે, માટે આ બે ભેદ સામાન્ય શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે એમ સમજવું. (૯) સમ્યફ અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક છદ્મસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શવડ કોઈ વસ્તુનું જાણવું થયું તે મતિજ્ઞાન છે; અને તેના સંબંધથી “આ હિતકારી નથી” ઇત્યાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. (૧૦) પ્રમાણના બે પ્રકાર
પ્રમાણના- બે પ્રકારનાં છે-૧-સ્વાર્થ પ્રમાણ, ૨-પરાર્થ પ્રમાણ. સ્વાર્થ પ્રમાણ તો જ્ઞાનસ્વરૂપ છે અને પરાર્થ પ્રમાણ વચનરૂપ છે. શ્રુત સિવાયના ચાર જ્ઞાન સ્વાર્થ પ્રમાણ છે. શ્રુતપ્રમાણ સ્વાર્થ-પરાર્થ બન્નરૂપ છે, તેથી જ્ઞાનરૂપ અને વચનરૂપ છે. શ્રુત ઉપાદાન છે, વચન તેનું નિમિત્ત છે. [ વિકલ્પનો સમાવેશ વચનમાં થઈ જાય છે.] પરાર્થપ્રમાણનો અંશ તે “નય” છે.
[ જાઓ, પંચાધ્યાયી ભાગ-૧ પૃ.-૩૪૪ શ્રી દેવકીનંદનકૃત; જૈન સિદ્ધાંત દર્પણ પાનું-૨૨; રાજવાર્તિક-પાનું-૧૫૩; સર્વાર્થસિદ્ધિ પાનું-પ૬ અધ્યાય-૧ સૂત્ર-૬] (૧૧) “શ્ર'તનો અર્થ
શ્રુતનો અર્થ “સાંભળેલો વિષય” અથવા “શબ્દ” એવો થાય છે. જોકે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com