SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૭–૧૮ ] [૫૭ આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છેઃ અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪, પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, [ ૪×૬ ] = ૨૪ તથા વિષયોની અપેક્ષાએ બહુ-બહુવિધ આદિ ૧૨= [૨૪×૧૨] ૨૮૮ ભેદો છે. ।। ૧૬।। અવગ્રહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉ૫૨ કહ્યા તે ભેદો કોના છે ? અર્થસ્ય ।। ૧૦ ।। અર્થ:- ઉ૫૨ કહેલા બાર અથવા ૨૮૮ ભેદો [અર્થચ] પદાર્થના (દ્રવ્યનાવસ્તુના ) છે. ટીકા આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે. કોઈ કહે કે–‘ રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.' આ કહેવું બરાબર નથી– એમ અહીં બતાવ્યું છે. ‘ ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે' એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે ‘મેં રૂપ જોયું, મેં ગંધ સૂંઘી; ' પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યોયો સાથે થતો નથી. ।। ૧૭।। અવગ્રહજ્ઞાનમાં વિશેષતા ' व्यञ्जनस्यावग्रह ।। १८ ।। અર્થ:- વ્યગ્નનસ્ય] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [અવગ્રહ] માત્ર અવગ્રહ-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી. ટીકા અવગ્રહના બે ભેદ છે–(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ. વ્યંજનાવગ્રહ:- અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ-વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy