________________
૫૪ ]
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ મોક્ષશાસ્ત્ર
શંકા-સમાધાન
શંકા:- બહુ' ’ શબ્દોના અવગ્રહમાં તત આદિ શબ્દોનું ગ્રહણ માન્યું અને ‘બહુવિધ ’ શબ્દોના અવગ્રહમાં પણ તત આદિ શબ્દોનું ગ્રહણ માન્યું તો તેમાં શું ફેર છે?
ઉત્તર:- જેમ વાચાળતારહિત કોઈ વિદ્વાન ઘણા શાસ્ત્રોના વિશેષ વિશેષ અર્થ કરતો નથી અને એક સામાન્ય (સંક્ષેપ) અર્થ જ પ્રતિપાદન કરે છે, અન્ય વિદ્વાન ઘણા શાસ્ત્રોમાં રહેલા એકબીજાથી ફેર બતાવનારા ઘણા પ્રકારના અર્થોને પ્રતિપાદન કરે છે. તેમ બહુ અને બહુવિધ બન્ને પ્રકારના અવગ્રહમાં સામાન્યરૂપે તત આદિ શબ્દોનું ગ્રહણ છે તોપણ જે અવગ્રહમાં તત આદિ શબ્દોના એક બે, ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અંનત પ્રકારના ભેદોનું ગ્રહણ છે અર્થાત્ અનેક પ્રકારના ભેદપ્રભેદયુક્ત તત આદિ શબ્દોનું ગ્રહણ છે તે બહુવિધ-બહુ પ્રકારના શબ્દોને ગ્રહણ કરવાવાળો અવગ્રહ કહેવાય છે; અને જે અવગ્રહમાં ભેદ-પ્રભેદ રતિ સામાન્યરૂપથી તત આદિ શબ્દોનું ગ્રહણ છે તે બહુ શબ્દોનો અવગ્રહ કહેવાય છે.
૨. ચક્ષુ-ઇન્દ્રિય દ્વારા
બહુ-એક-જે સમયે વિશુદ્ધિના બળથી જીવ ધોળા, કાળા લીલા આદિ વર્ણોને (રંગોને ) ગ્રહણ કરે છે તે સમયે તેને ‘બહુ' પદાર્થોનો અવગ્રહ થાય છે. જે સમયે મંદતાના કારણે જીવ એક વર્ણને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘એક' પદાર્થનો અવગ્રહ થાય છે.
બહુવિધ-એકવિધ-જે સમયે વિશુદ્ધિના બળથી જીવ શુક્લ-કૃષ્ણાદિ હરેક વર્ણના બે, ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ-પ્રભેદોને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘બહુવિધ ' પદાર્થનો અવગ્રહ થાય છે.
જે સમયે મંદતાના કારણે જીવ શુક્લ, કૃષ્ણાદિ વર્ષોમાંથી એક પ્રકારના વર્ણને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘એકવિધ ' પદાર્થનો અવગ્રહ થાય છે.
ક્ષિપ્ર-અક્ષિપ્ર-જે સમયે તીવ્ર ક્ષયોપશમ (વિશુદ્ધિ) ના બળથી જીવ શુક્લાદિવર્ણને જલદી ગ્રહણ કરે છે તે સમયે તેને ‘ક્ષિપ્ર’ પદાર્થનો અવગ્રહ છે.
વિશુદ્ધિની મંદતાના કારણે જે સમયે ઢીલથી પદાર્થને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘ અક્ષિપ્ર’ પદાર્થનો અવગ્રહ થાય છે.
અનિઃસૃત-નિઃસૃત-જે સમયે વિશુદ્ધિના બળે જીવ કોઈ પચરંગી વસ્ત્ર, કામળી, ચિત્ર વગેરેના એકવાર કોઈ ભાગમાંથી પાંચ રંગને દેખે છે તે સમયે જોકે શેષ ભાગનું પચરંગીપણું તેને દીઠું નથી તથા તે સમયે તેની સામે આખું વસ્ત્ર ખુલ્લું કર્યા વગરનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com