________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૧૬ ]
[ ૫૧ કહીએ તો તે ખોટું છે, કેમકે તેમ થતાં આત્મા અને પર ( જ્ઞાન અને શેય) બન્ને એક થઈ જાય; કેમકે “ જેનું જે હોય તે તે જ હોય” તેથી ખરેખર “પુદ્ગલનું જ્ઞાન” છે એમ કહીએ તો જ્ઞાન પુદ્ગલરૂપ-જ્ઞયરૂપ થઈ જાય, માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે એમ સમજવું (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ પાનું ૪૨૩ થી ૪૩૦).
પ્રશ્ન:- અનુક્ત વિષય શ્રોત્રજ્ઞાનનો વિષય કેમ સંભવે?
ઉત્તર:- શ્રોત્રજ્ઞાનમાં “અનુક્ત” નો અર્થ “ઈપ (થોડું) અનુક્ત કરવો જોઈએ; અને “ઉક્ત” નો અર્થ “વિસ્તારથી લક્ષણાદિ દ્વારા વર્ણન કર્યું છે' એવો કરવો, કે જેથી નામમાત્ર સાંભળતાં જ જીવને વિશદ ( વિસ્તારરૂપ) જ્ઞાન થઈ જાય તો તે જીવને અનુક્તજ્ઞાન જ થયું એમ કહેવું જોઈએ; તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુક્તનું જ્ઞાન જ થાય છે એમ સમજવું.
પ્રશ્ન:- નેત્રજ્ઞાનમાં “ઉક્ત' વિષય કેમ સંભવે?
ઉત્તર- કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી લીધી હોય અને પછી તે દેખવામાં આવે તો તે સમયનું નેત્રજ્ઞાન “ઉક્તજ્ઞાન” કહેવાય છે. તેમ જ શ્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ‘ઉક્ત’ નું જ્ઞાન થાય છે.
પશ્ન- “અનુક્ત” નું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા શી રીતે થાય?
ઉત્તર:- શ્રોત્ર ઇન્દ્રિય સિવાય ચાર ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હમેશાં અનુક્ત હોય છે. શ્રોત્રઇન્દ્રિય દ્વારા અનુક્તનું જ્ઞાન કેમ થાય તેનો ખુલાસો પહેલા ઉત્તરમાં કરવામાં આવ્યો છે.
પ્રશ્ન- અનિઃસૃત અને અનુક્ત પદાર્થોની સાથે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી માટે અમે તે સંયોગનો સ્વીકાર કરી શકતા નથી?
ઉત્તર- તે પણ ઠીક નથી; જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટાદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે, પરંતુ
આ ઘટ છે, આ પટ છે' ઇત્યાદિ જે વિશેષજ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે, તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી; તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનો ભિડાવ થાય છે અને તેનાથી અવગ્રહાદિ જ્ઞાન થાય છે તે વિશેષ જ્ઞાન પણ વીતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે, આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ; માટે કેવળજ્ઞાનીના ઉપદેશથી જ્યારે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરે સિદ્ધ છે ત્યારે તેનો અભાવ કદી કહી શકાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com