________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૧૨-૧૩]
| [ ૪૩ સન્મુખ જે ભાવશ્રુતજ્ઞાન છે (તે જોકે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ) તેને વિશેષ કથનમાં પ્રત્યક્ષ કહ્યું છે.
જો મતિ અને શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોત તો સુખ-દુઃખાદિનું જે સંવેદન (જ્ઞાન) થાય છે તે પણ પરોક્ષ હોત, પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. (જાઓ, શ્રી બૃહદ્રવ્યસંગ્રહ ગાથા પ-નીચે ટીકા. હિંદી પાનું ૧૩ થી ૧૫, ઇંગ્લિશ પાનું ૧૭-૧૮.) ઉત્સર્ગ = સામાન્ય, General ordinance-સામાન્ય નિયમ; અપવાદ = ખાસ નિયમ, Exception-વિશેષ.
નોંધ:- આવું ઉત્સર્ગકથન “ધ્યાન” સંબંધમાં અધ્યાય ૯ સૂત્ર ૨૭-૫૭માં કહ્યું છે ત્યાં અપવાદનું કથન નથી કર્યું. (જુઓ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૫૭ નીચે હિંદી ટીકા પાનું-ર૧૧) એ રીતે જ્યાં ઉત્સર્ગકથન હોય ત્યાં અપવાદકથન ગર્ભિત છે-એમ સમજવું. ૧૧.
પ્રત્યક્ષ પ્રમાણના ભેદ
પ્રત્યક્ષ કન્યતા ૨૨ાા અર્થ:- [બન્યત્] બાકીનાં ત્રણ અર્થાત્ અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન [ પ્રત્યક્ષમ ] પ્રત્યક્ષ પ્રમાણ છે.
ટીકા
અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. [ પ્રત્યક્ષ = પ્રતિ x અક્ષ] “અક્ષ’નો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઇંદ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. ૧૨.
મતિજ્ઞાનનાં બીજાં નામો મતિ:સ્મૃતિ:સંજ્ઞાવિંતામનિવો ફત્યનઆંતરમા શરૂ ા
અર્થ- [ મતિઃ] મતિ, [મૃતિ:] સ્મૃતિ, [ સંજ્ઞા] સંજ્ઞા, [ fāતા ] ચિંતા, [ મિનિવોથ] અભિનિબોધ, [ રૂતિ] ઈત્યાદિ [ અનર્થાતરમ્] અન્ય પદાર્થો નથી અર્થાત્ તે મતિજ્ઞાનનાં નામાંતર છે.
ટીકા
મતિ - મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com