________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૭૫
ભૂતકાળના દુઃખન યાદ આવે છે આ યુદ્ધના ઘા વાગે છે. ભૂતકાળમાં નરક – નિગોદના ઘણાં દુ:ખ સહન કર્યાં. તેને યાદ કરું તો આ યુદ્ધના અંદરમાં ઘા વાગે છે.
જ્યારે અજ્ઞાનીને તો કાંઈ દરકાર જ નથી. પૂર્વે કેટલા દુઃખ સહન કર્યા હતા. અહીંયા જ્યાં થોડીક અનુકૂળતા મળી, પાંચ-પચ્ચીસ લાખ જ્યાં મળ્યાં, સ્ત્રી કાંઈક ઠીક મળી તો જાણે અમે સુખી, ધૂળમાંય સુખી નથી દુઃખના ડુંગરામાં માથાં ફોડયા છે.
વાદીરાજ મુનિ કહે છે કે– પ્રભુ! મને વીતી ગયેલાં દુ:ખ યાદ આવે છે તો આ યુદ્ધના ઘા વાગે છે. મારો નાથ અતીન્દ્રિય આનંદના સાગ૨થી છલ્લો છલ્લ ભર્યો છે. તેને ભૂલીને આ દુ:ખ સહન કર્યા છે. પ્રભુ ! હું તારી ભક્તિ કરું છું ત્યાં તો શી૨માંથી કોઢ ચાલ્યો ગયો. એ કોઢ તો પુણ્યના કા૨ણે ચાલ્યો ગયો હો ! લાખ ભક્તિ કરે તો ય ન જાય. એ તો એવો સહજ મેળ ખાય છે. શરીરે નાના ડાઘ જેટલો કોઢ રાખ્યો, કેમ કે રાજા ખોટો ન પડે માટે, રાજાએ કહ્યું હતું એ વાત પણ સાચી હતી.
શરીર ઉપર કોઢ હતો અને ભગવાનની ભક્તિ ઉપાડી ભક્તિ ઉપાડતાં... ઉપાડતાં રોગ દૂર થઈ ગયો કોઢનો થોડો નમૂનો રાખ્યો. કેમ કે રાજા ખોટો ન હતો, શરીરે કોઢ તો હતો અને તેણે કહ્યું હતું.
આહાહા ! આ વર્તમાન દુઃખ પણ જ્ઞાનીને છે નહીં. દુઃખતો ૫૨ચીજ છે. કોઢ એ તો શરીરની અવસ્થા છે. તેને જ્ઞાની જ્ઞેય તરીકે જાણે છે. અમને કોઢ થયો છે તેમ જ્ઞાની માનતા નથી. શરીરમાં રોગ છે તે તો મારામાં છે જ નહીં. હું નિરોગી અને નિરાકુળ આનંદકંદ પ્રભુ છું. શરીરમાં રોગ હો તો હો ! તે તો મારા જ્ઞાનનું શેય છે.
તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશ માત્ર પણ બંધ થતો નથી. “ વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે,” જે સમયે વ્રતાદિના, ભક્તિ આદિના પરિણામ છે તે સમયે તેનાથી બંધ થાય છે. તે જ સમયે આત્માના આશ્રયે જેટલું જ્ઞાન થયું તેટલા અંશે અબંધ દશા છે. બન્ને એક સમયમાં છે. મિથ્યાર્દષ્ટિને એકલા બંધના પરિણામ છે. સાધકને બંધ અને અબંધ પરિણામ છે.
(૧) સર્વજ્ઞ ૫૨માત્માને એકલા અબંધના અર્થાત્ મોક્ષના પરિણામ. (૨) મિથ્યાર્દષ્ટિને એકલાં બંધના જ પરિણામ છે.
99
(૩) સાધકને એક સમયમાં બે પરિણામ છે, (બંધના તેમજ અબંધના )
આહાહા ! સાધક કહે છે - અરે... પ્રભુ ! શુભભાવ પ્રગટે તે મારો દોષ છે, તેનાથી મારા આનંદમાં ખામી આવે છે. શુભભાવમાં આવતાં હું દોષમાં આવી જાઉં છું. શુભભાવ તે દોષ છે, તે મા૨ો અપરાધ છે, તે મારો ગુનો છે. આહાહા ! એ... શુભભાવ શેય તરીકે જ્ઞાનમાં હોય છે. સમકિતીને દૃષ્ટિ અપેક્ષાએ તેની નિર્જરા કહી અને ચારિત્રની અપેક્ષાએ શુભભાવને બંધનું કારણ કહ્યું. એ શું કહ્યું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com