________________
૩૩૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૭
અરે ભાઈ ! તરવાનો ઉપાય આ છે. જન્મમરણથી તરવાનો ઉપાય શુદ્ધ સ્વરૂપ છે. અશુદ્ધ આચરણ તે તરવાનો ઉપાય છે જ નહીં. વ્યવહારથી છે કે નહીં? વ્યવહારસે એ કહ્યું ને! જેમ કામળાનો સિંહ કહેવામાં આવે છે તેમ આ ચારિત્ર વ્યવહારથી કહેવામાં આવે છે, તે આત્માના સ્વરૂપમાં છે નહીં.
પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો.” નિઃસંદેહ અર્થાત તેમાં સંદેહ ન કરવો. કાંઈક. કાંઈક... કાંઈક વ્યવહાર ક્રિયાકાંડ કરતાં કરતાં થોડુંક ચારિત્ર થશે! શુભજોગથી કાંઈક તો લાભ થશે કે નહીં? અહીં કહે છે – તેમાં સંદેહ ન કરવો, નિઃસંદેહપણે નિર્ણય કરવો. આ સરાગ સંયમ, ક્રિયાકાંડ એ નિશ્ચય ચારિત્રનું કારણ, એવી અત્યારે પ્રરૂપણા ચાલે છે પણ મારગ તો આવો છે પ્રભુ!
એ રાગની ક્રિયામાં રાગનું ચિત્રામણ છે એ નામનો સિંહ છે. ચારિત્ર એ તો નામનું છે, વસ્તુએ તે ચારિત્ર નથી. “તત્વમોક્ષદેતુ: ર તે કારણથી બાહ્ય અત્યંતરરૂપ સૂક્ષ્મણૂલરૂપ જેટલું આચરણ (ચારિત્ર) છે તે કર્મક્ષપણાનું કારણ નથી.” જુઓ! બાહ્યમાં નગ્ન આચરણ અને અત્યંતરમાં વિકલ્પનું આચરણ. એવું જે સૂક્ષ્મ સ્થળ જેટલું આચરણ છે તે કર્મક્ષપણનું કારણ નથી. તે મોક્ષનો હેતુ નથી. ભારે! આકરું કામ ભાઈ! એક કળશમાં આટલું ભર્યું છે. આ રીતે વાંચે નહીં અને પોતાની ( મિથ્યા) દૃષ્ટિ રાખીને વાંચે.
ભગવાન ! તારું દ્રવ્ય જે ભગવાન પરમાત્મસ્વરૂપ છે. સચ્ચિદાનંદ આનંદનો નાથ ભગવાન છે તેના આશ્રય વિના, ત્રણ કાળમાં, કોઈ દિવસ ધર્મ થતો નથી સમયસારમાં આવે છે. કે. “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.” અરે.. પહેલાં આની શ્રદ્ધા તો કર, એનો વિશ્વાસ તો લાવ કે- માર્ગ તો આ છે.
દ્રવ્યાન્તર સ્વભાવત્થાત “આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી.” ગજબ વાત છે. વ્રત – નિયમ ને સ્મરણ ને ભગવાનની ભક્તિ પૂજા તે દ્રવ્યાન્તર અર્થાત્ આત્મદ્રવ્યથી દ્રવ્યાન્તર છે. તે આત્મદ્રવ્યથી અનેરું દ્રવ્ય છે. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ તેનાથી અનેરા એવાં દયા-દાનના પુણ્યના પરિણામ તે પુદ્ગલનાં પરિણામ છે. ભારે આકરું કામ
આત્મદ્રવ્યથી ભિન્ન, અંતરનો અર્થ ભિન્ન કર્યો. દ્રવ્યાન્તર એટલે જીવદ્રવ્યથી અનેરા પુદ્ગલદ્રવ્ય તેના સ્વભાવરૂપ હોવાથી તે બધાં પુદ્ગલદ્રવ્યનાં ઉદયનું કાર્ય છે. તે આત્માનું કાર્ય નહીં. તે જન્મ-મરણનું કારણ છે. એ ભાવ ચોરાશીના અવતારનું કારણ છે.
આહાહા ! પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ પણ ગજબ છે ને ! વિકલ્પની જાળ ઊઠે છે તે જીવનું સ્વરૂપ નથી. પંચમહાવ્રત બાળવ્રત એ બધી વિકલ્પની જાળ તે પુદ્ગલ દ્રવ્યની છે. તે આત્મદ્રવ્યની નહીં. ભગવાન આત્માનો એ પવિત્ર સ્વભાવ નહીં. એ તો અપવિત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com