________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬
કલામૃત ભાગ-૩ “જ્ઞાનાત્મા ભવનમ સત્ત્વ રૂપ વસ્તુ” એ સત્ત્વ સ્વરૂપ-જ્ઞાન સત્ત્વ સ્વરૂપ વસ્તુ “ધ્રુવન વનમ” નિશ્ચયથી સ્થિર થઈને (સામાતિ) પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદક કહી છે.” નિશ્ચયથી અંતરમાં એકાગ્ર થઈને પ્રત્યક્ષરૂપથી સ્વરૂપનો આસ્વાદ કહ્યો છે. એ આનંદનો સ્વાદ બીજો લ્ય છે અને તને નથી એમ નથી, પ્રત્યક્ષરૂપથી આનંદનો આસ્વાદક કહ્યો છે.
- ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવે જ્ઞાનસ્વરૂપમાં (સામાતિ) એકાગ્ર થઈને તને આનંદના સ્વાદનો આસ્વાદ કહ્યો છે. એ આનંદનો આસ્વાદ લેવાવાળો તને કહ્યો છે. રાગનો સ્વાદ લેવાવાળો આત્મા એમ તો કહ્યું નથી. આરે... આવી વાતું હવે ! રાગના સંસ્કાર, ક્રિયાકાંડના સંસ્કારથી અંદર જુદો પ્રભુ બિરાજે છે. તે અંદર નિર્વિકલ્પપણે બિરાજે છે. તે વીતરાગપણે આનંદમાં બિરાજે છે. એ તરફ ભવન નામ અંદરમાં જવું એ મહેલમાં અંદર જવું. આહાહા ! એ સાફ મહેલ છે. આનંદના રૂપથી તે સાફ મહેલ છે. તે નિર્મળાનંદ મહેલ છે. તેનો આસ્વાદ કહ્યો છે. ધર્મીને તો તેનો આસ્વાદ કરવાવાળો કહ્યો છે. રાગનો આસ્વાદ કરવાવાળો તો ધર્મીને ભગવાને કહ્યો એ નથી. અરે... ભાઈ ! પૈસામાં આવું કાંઈ ક્યાં છે?
પૈસામાં અને દાનના ભાવ હોય તો પણ એ શુભભાવ-વ્યભિચાર છે. એમ કહે છે. શ્રોતા- એ ક્રિયા સંસ્કાર છે? ઉત્તર:- હા, એ ક્રિયા સંસ્કાર છે.
અહીંયા તો પ્રભુ એમ કહે છે કે- જ્ઞાન સત્ત્વ સ્વરૂપ વસ્તુ છે. કસ નામ વસ્તુ છે. જેમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતાનો કસ પડ્યો છે. એ વસ્તુમાં નિશ્ચયથી સ્થિર થઈને.. તેમાં રહેવું તેને પ્રત્યક્ષરૂપથી આસ્વાદવું.. (આસ્વાદકઃ) આસ્વાદ કરવાવાળો કહ્યો છે. રાગને કરવાવાળો આત્મા એમ અહીંયા કહ્યું એ નથી. ભાઈ ! આવી વાતું. એટલે લોકોને આકરી લાગે; પણ શું થાય?
અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ છે રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” અહીંયા જ્ઞાનીને નિર્વિકલ્પ આસ્વાદનો કરવાવાળો કહ્યો છે. એકેએક પંકિત અને એકેએક લીટી ગંભીર સ્વભાવથી ભરી પડી છે. પ્રભુ! તારી ગંભીરતાનો અંદરમાં પાર નથી. તને બતાવનારી વાણીમાં પણ ગંભીરતા છે. શ્રીમદ્ કહે છે ને –
“વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ,
ઓ ષધ જે ભવરોગ ના, કાયરને પ્રતિકૂળ....
રે.... ગુણવંતા શાની... અમૃત વરસ્યા રે પંચમકાળમાં.” હે નાથ ! તેં તો પંચમકાળમાં અમૃત વરસાવ્યા એ આ અમૃત હો ! જ્ઞાનામૃત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com