________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬O
૧૭ “વ ભવનસ્પામેલુવાસ: જ્ઞાનાત ઉત્તસતિ” જેમ ખારો રસ, તેના વ્યંજનથી ભિન્નપણા વડે,” દૂધીનું જે શાક છે તેમાં જે ખારાપણું છે તે દૂધીનું નથી; તે તો મીઠાનું છે. ખારાપણું લવણનું છે... શાકનું નહીં.
એક વખત શ્રીમદ્ રાજચંદ્રજી રાણપુર ગયા હતા. ત્યાં બીજા મુમુક્ષુઓ એકઠાં થયાં હતાં. જમવા બેઠાં, દૂધીનું શાક વાટકામાં આવ્યું.. તો શ્રીમદ્જીએ કહ્યું – ભાઈ ! આમાં નીમક-મીઠું વધારે છે. તો લોકોને (આશ્ચર્ય થયું) – શાક ચાખ્યા વિના, જોઈને કહ્યું.
- દૂધીના ટૂકડાં પાણીમાં બાફે ત્યારે તેમાં લવણ – મીઠું વધારે પડી ગયેલું તેથી દૂધીના રેશા તૂટી ગયેલા. તેથી વગર ખાધે શાકને જોઈને કહ્યું કે – આમાં લવણ વિશેષ છે. કેમ કે દૂધીના રેશા તૂટી ગયા છે. સમજમાં આવ્યું?
દૂધીના જે કટકા છે તે આખા સરખા હોય અને જો પાણીમાં બાફે ત્યારે નિમક વધારે પડી જાય તો તેના રેશા તૂટી જાય છે. ખ્યાલમાં આવી જાય કે – આમાં મીઠું વધારે પડી ગયું છે. લોકોને તો આશ્ચર્ય થયું કે – ચાખ્યા વિના કેમ ખબર પડી ? જુઓ! ચાખો, શાકમાં વધારે નિમક છે. પ્રવચન નં. ૭૬
તા. ર૫-૮-'૭૭ કળશટીકાનો કર્તાકર્મ અધિકારનો ૬૦ નંબરનો શ્લોક ચાલે છે. દષ્ટાંત પહેલાં સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. જે રાગાદિ વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માને ભિન્ન કરવો તે પહેલો બોલ લીધો છે. બે દૃષ્ટાંત લીધા છે.
જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, આત્માનુભૂતિ પ્રગટ કરવી હોય, તો તે કેવી રીતે થાય છે તે વાત કરે છે. રાગ જે વિકલ્પ છે તે પછી દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો હો ! પરંતુ તે રાગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો વિચાર કરવો. પાઠમાં આવ્યું હતું કે“વસ્તુનો શુદ્ધ સ્વરૂપ વિચારતાં.”
આહાહા ! વસ્તુ એટલે ભગવાન આત્મા તે ત્રિકાળી શુદ્ધ છે. તેના વિચાર નામ જ્ઞાન કરવાથી, અનાદિથી જે પર્યાય રાગ-દ્વેષમાં રોકાઈ ગઈ છે એ મિથ્યાષ્ટિપણું છે. તેને છોડીને શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં એટલે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરતાં આત્માની અનુભૂતિ પ્રગટ થાય છે. પાઠમાં પહેલાં સિદ્ધાંત લીધો અને પછી દષ્ટાંત લીધો છે... સમજમાં આવ્યું?
ક્યાં સુધી દૃષ્ટિને ફેરવવી! સ્ત્રી, કુટુંબ હો કે પછી દેવ-ગુરુ-શાસ્ત્ર હો! તે તરફથી પણ લક્ષ છોડવાનું છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો જે શુભરાગ આવે છે તે રાગનું પણ લક્ષ છોડવાનું છે.
“અહીંયા તો શુદ્ધ સ્વરૂપ વિચારતાં” તે પાઠનો અર્થ ગઈકાલે ઘણો ચાલ્યો. વાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com