________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૦
૧૩ રાજમલજીએ ટીકામાં લખ્યું છે “જ્ઞાનાત' એવો પાઠ છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી જાણતાં, રાગથી ભિન્ન થયો. પોતાનો શુદ્ધ ચૈતન્ય... ચૈતન્ય સ્વભાવને જાણવાવાળું જ્ઞાન છે તેને ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે તેવું વ્યવહારજ્ઞાન આત્મજ્ઞાનીને હોય છે. એમ ન કહ્યું કે- ક્ષયોપશમરૂપ જ્ઞાનના અંશમાં પાણી ઠંડું છે અને અગ્નિ ઉષ્ણ છે તેનું જ્ઞાન થાય છે. આ બધા જ્ઞાન અજ્ઞાન છે.
શું કહે છે? જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જેને સ્વપ્રકાશક જ્ઞાન થયું છે તેને પર પ્રકાશક જ્ઞાન યથાર્થ થાય છે. આ તો અલૌકિક માર્ગ છે. અત્યારે તો સાંભળવા મળવો પણ મુશ્કેલ થઈ ગયો છે અને સાંભળવા મળે તો સત્ય વાતનો વિરોધ કરે છે. જગતમાં શુભભાવથી ધર્મ થાય છે. તેવું ચાલે છે. અરે! ભગવાન ! પર્યાયની અશુદ્ધતા તે શુદ્ધતાનું કારણ ક્યાંથી થાય?
અહીં કહે છે કે- “નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન” એટલે નિજ સ્વરૂપને જાણવાવાળું જ્ઞાન. નિજ જ્ઞાનના દ્વારા ઉષ્ણતા અને ઠંડાની જુદાઈનું જ્ઞાન પ્રગટ થાય છે. ટીકાકારનો આશય તો આગળ લઈ જવાનો છે.
કહે છે કે – નિજ સ્વરૂપગ્રાહી શાન સ્વભાવ છે તે જ્ઞાનીનું શુદ્ધ જ્ઞાન છે. માટે તેને પરનું જ્ઞાન સાચું થાય છે. સમાજમાં આવ્યું? સમયસાર અગિયારમી ગાથામાં કહ્યું છે ને કે- ભૂતાર્થ ભગવાન ! ત્રિકાળી આનંદ સ્વરૂપ પ્રભુ.... તેના આશ્રયથી જે જ્ઞાન થયું છે તે તો નિશ્ચયના આશ્રયથી થયું છે. પછી બારમી ગાથામાં કહ્યું – વ્યવહાર શિવા તકરારવાળી ભાષા છે તેમ તેઓ કહે છે. ત્યાં વ્યવહારનો ઉપદેશ કરવો તેમ વાત છે જ નહીં. બારમી ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે- જે સમયે તેને આત્મજ્ઞાન થયું તે સમયે જે રાગાદિભાવ બાકી રહ્યા તેનું જ્ઞાન કરવું તેનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાન કરવું પ્રયોજનવાન છે. (કોને?) જેને નિશ્ચયનું જ્ઞાન હોય તેને વ્યવહારનું જ્ઞાન-જાણવું પ્રયોજનવાન છે. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે કે જેને સ્વરૂપગ્રાહીજ્ઞાન છે એટલે જ્ઞાનનું જ્ઞાન થયું છે, જ્ઞાન સ્વરૂપી ભગવાન તેનું જ્ઞાન અંતર્મુખી થઈને થયું છે. તે સ્વરૂપગ્રાહી જ્ઞાનમાં જળ ઠંડું છે અને અગ્નિ ગરમ છે તેવું પરપ્રકાશક જ્ઞાન તેને થાય છે. સમજમાં આવ્યું?
અહીંયા એમ કહેવું છે કે પ્રથમ ભ્રાંતિનો નાશ થાય છે પછી રાગનો જ્ઞાતા થાય છે. સમ્યગ્દષ્ટિને રાગ બાકી છે. સમ્યગ્દષ્ટિને રાગ છૂટી ગયો અને તે વીતરાગ થઈ ગયો એમ નથી. સમ્યગ્દષ્ટિને રાગની એકતા છૂટી ગઈ છે એ આત્માની એકતા થઈ છે, તેને હજુ સ્થિરતા બાકી છે. (સાધકને અસ્થિરતાનો) રાગ આવે છે. કહે છે કે – નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન દ્વારા રાગનું જ્ઞાન થાય છે. આહાહા! એ જ્ઞાન રાગને જાણે છે તેમ વ્યવહારથી કહેવામાં આવે છે. બહુ ઝીણી વાતું છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com