________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૫
૨૧૫
ગમે તે થઈ જાઓઃ પરંતુ શ્રદ્ધા જે છે તેને ભ્રષ્ટ કરવાવાળી જગતમાં કોઈ ચીજ છે જ નહીં. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ! અનાકુળ આનંદ સહિત જે પ્રભુ છે તેને આનંદમાં વિકલ્પ સહિતપણું અર્થાત્ રાગ સહિત, દુઃખ સહિત જાણવો તે સવિકલ્પ. સવિકલ્પી તેનો અર્થ થાય છે. વિકલ્પ સહિત. એવો શબ્દ છે. પાઠમાં ‘સવિકલ્પ ’ ભગવાન આત્મા તો આનંદ સહિત છે, તેને વિકલ્પ સહિત માનવો કે આ વિકલ્પ મારો છે તેમ માનવું તે મિથ્યાત્વ છે... અને તે નિગોદનું બીજ છે.
પ્રશ્ન:- આટલા વિકલ્પમાં મિથ્યાત્વ છે?
ઉત્ત૨:- એટલો વિકલ્પ ક્યાં છે ? તેણે મોટા આનંદના નાથને તો છોડી દીધો અને કૃત્રિમ ક્ષણિક રાગને પોતાનો માન્યો. તે મોટો ચોર છે. તમારે શું કહે છે. ? કાકડીનો ચોર નહીં પણ રાજ દરબારમાં પેસી અને લૂંટાવી દીધું. સમજમાં આવ્યું ?
એકવાર કહ્યું હતું કે–ભાવનગરના દરબાર તખતસિંહજી હતા. અત્યારે તો તેની ચોથી પેઢી છે. તેના પછી ભાવસિંહજી તેના પછી કૃષ્ણકુમારસિંહજી હતા. અમારા ઉમરાળાની બાજુમાં ભાવનગર છે. ત્યારે અમારી નાની ઉંમર હતી. તેણે એક રખાત બાઈ રાખી હતી. અને તેના ઓરડામાં સૂતો હતો. એમાં એક ચોર આવ્યો. ત્યાં ગઢ ઉપર સોનાની ઘડિયાળ હતી. તે વખતે ભાવનગરનો રાજા અને તેને ૨૫ લાખની ઉપજ હતી. અત્યારે તો એક કરોડ રૂપિયાની આવક.
મહેલની અંદર દાખલ થવાના દરવાજે આરબ લોકો બેસતા હતા. અને તે કાવા પીતા હતા. તેને ઊંઘ ન આવે એટલા માટે. દ૨વાજા ઉ૫૨ બેસે જેથી અંદર કોઈ પ્રવેશ ન કરે. આખી રાત જાગે અને કાવા એટલે કોફી પીવે.
ચોર હતો તેને એમ થયું કે- ચોરી કેવી રીતે કરવી ? ગઢ ૨૫-૩૦ હાથ ઊંચો હતો. તેણે એક સીડી બનાવી; તેને બહા૨માં રાખી અને પછી ગઢ ઉપર ચઢી ગયો. અને પછી નિસરણી અંદર લઈ લીધી. અને તેનાથી અંદર ઉતરી અને સોનાની ઘડિયાળ લઈ લીધી. ઘડિયાળ બહુ કિંમતી હતી. પછી સીઢી ઉપર ચઢી ને ચાલ્યો ગયો.
વળી પાછું ચોરનું મન લલચાણું. લાવને ! આ તો મફતનું; એટલે બીજી વખત ગયો બીજી ચીજ લેવાને. તે સીડીથી ઉતરીને અંદર ગયો.... ત્યાં દરબાર જાગી ગયા. તેણે જોયું કે – આ તો ચોર છે. તલવાર ખુલ્લી હતી. ત્યારે પેલી બાઈ કહે- અરે ! અમારા ગઢમાં જ્યાં દરબાર સૂતા છે ત્યાં ચોર? આ કાકડીનો ચોર નહીં, આ તો મોટા
રાજદરબા૨નો ચોર છે. પછી તે બાઈએ બચાવી લીધો.. મારો નહીં.... મારો નહીં બિચારાને...!
એમ અહીંયા આનંદના નાથના દરબારમાં ન જતાં, રાગના વિકલ્પને પોતાના માને છે તે મોટો ચો છે. સમયસાર સર્વ વિશુદ્ધ અધિકારમાં આવે છે. પ્રતિક્રમણના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com