________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૩
૧૯૩ છે- એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. બાકી જેનાથી ભિન્ન પડવાનું હોય તે સાધક કેવી રીતે હોય? સમજમાં આવ્યું?
નયાનાં પક્ષે: વનાં ગવર્ન વિવેન્જમાવન ગામન” અસ્તિ-નાસ્તિ બન્ને કહ્યાં. શું કહ્યું? નયના પક્ષ વિના તે નાસ્તિથી વાત થઈ. નયના પક્ષ રહિત અચલમ્ ત્રિકાળી એકરૂપ જ છે. “(અ) ત્રણે કાળ એકરૂપ છે એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવહુ તે-રૂપ.” આ તો શાંતિથી સમજવાની વાત છે, આ કોઈ વિદ્વતાની ચીજ નહીં. સમજમાં આવ્યું? સમયસારમાં કહ્યું ને! વિદ્વજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે એ વિદ્વાન નહીં. એ ભૂતાર્થ આ જે ત્રિકાળી એકરૂપ છે–એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તે ભૂતાર્થ છે. સમજમાં આવ્યું?
આ સત્યાર્થ પ્રભુ! સત્ય સાહેબો-ત્રિકાળી સત્ સાહેબ છે. કબીરમાં સાહેબ શબ્દ બહુ કહે છે. આહાહા! નિર્વિકલ્પ છે-ત્રિકાળી એકરૂપ છે; જેમાં ભેદ નથી એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. તે રૂપ “કામિન' પરિણમતો થયો. જે પ્રકારે શુદ્ધ સ્વરૂપ છે તે પ્રકારે પરિણમતો થકો. સારામન નો અર્થ “પરિણમતો થકો' તેમ કર્યો. જેવું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તેવા જ શુદ્ધરૂપે પરિણમતો થયો. સમજમાં આવ્યું?
આહાહા ! આંગણામાં ભગવાન પધારે (તેમ) પર્યાયમાં ભગવાન પધાર્યા. પોતાના પરિણમનમાં પ્રભુ પધાર્યા. “ઉપયોગભૂમિ પાવન કરવા પધારજો.” ભાઈચંદજી પહેલાં સ્થાનકવાસી હતા પછી દિગમ્બર થઈ ગયા. તેમણે લીંબડી સંપ્રદાય છોડી દીધો. તેમણે આ બનાવ્યું હતું
ઉપયોગભૂમિ પાવન કરવા પધારજો.” મારી ઉપયોગભૂમિ વિકલ્પ વિનાની છે ત્યાં આવીને પ્રભુ પધારજો. પ્રભુ એટલે આત્મા હોં! આવી વાતુ બાપાધર્મ બહુ સૂક્ષ્મ છે. અને એના ફળ પણ અનંત આનંદ છે. અનંત દુઃખનો અંત છે. શુદ્ધસ્વરૂપ જેવું છે તેવું જેનું વીતરાગી પરિણમન છે તેના ફળ અનંત આનંદ ને અનંત દુઃખનો અંત છે. નાસ્તિથી અનંત દુઃખનો અંત અને અસ્તિથી અનંત આનંદની પ્રાપ્તિ. આહાહા! તેનો ઉપાય તો અલૌકિક હોય ને બાપુ!!
પુરાણમાં આવે છે- શાંતિનાથ ભગવાન જ્યારે દીક્ષિત થાય છે ત્યારે ૯૬ હજાર સ્ત્રીઓ પાછળથી આવીને આકંદન કરે છે. શાંતિનાથ ત્રણ પદવીના ધારક હતા. તેઓ ચક્રવર્તી હતા, તીર્થકર હતા અને કામદેવ હતા. તેના જેવું સુંદર રૂપ (બીજા કોઈનું ન હોય). શાંતિનાથ ૯૬ હજાર સ્ત્રીઓને કહે છે– હે. સ્ત્રીઓ! હું તમારી સાથે રહ્યો હતો તે તમારે કારણે નહીં મારી રાગની આસક્તિ હતી તે કારણે રહ્યો હતો. માતા ! એ રાગ હવે મરી ગયો છે.
એકવાર પીંગળાનું કહ્યું હતું ને! ભર્તુહરી રાજા દીક્ષિત થયા. તે અન્યમતિ હતા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com