________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
કલશામૃત ભાગ-૩ શ્રેણિકરાજા અને તેનું સંપૂર્ણ રાજ બધું તેને ઘરે રહી ગયું. મારી બુદ્ધિની સમૃદ્ધિ તું ના સમજયો રાજા ! (શ્રેણિક કહે છે) પરનો હું રાજા નહીં. ત્યાં સમ્યગ્દર્શન પામ્યો અને ભગવાનના સમવસરણમાં ગયો ત્યાં તીર્થંકર ગોત્ર બાંધ્યું.
જ્યારે મુનિ ઉપર મરેલો સર્પ નાખ્યો હતો ત્યારે તેને સાતમી નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. પછી ત્યાં સમકિત પામ્યો તો ૮૪ હજાર વર્ષની સ્થિતિ થઈ ગઈ. નરકગતિ બંધાણી તે ન ફરે પરંતુ ગતિની સ્થિતિનો રસ ઘટી ગયો. સાતમી નરકનું આયુષ્ય હતું તે હવે ૮૪ હજાર વર્ષનું રહ્યું.
આહાહા ! તેમણે તીર્થકર ગોત્ર બાંધ્યું. નરકમાં છે પણ ક્ષાયિક સમકિતી છે. તેઓ આનંદમાં છે. જેટલો રાગ છે તેટલું દુઃખ છે. ત્યાંથી નીકળીને ત્રણલોકનો નાથ તીર્થકર થશે. સો ઇન્દ્રો જેને પૂજે તેવા તીર્થકર થશે. એ સમ્યગ્દર્શન અનાથના નાથને અંદરથી હાથમાં આવી ગયું.
શ્રેણિકરાજા અત્યારે ૮૪ હજાર વર્ષની સ્થિતિએ છે. પંચમઆરાના અઢી હજાર વર્ષ ગયા. હજુ સાડાઅઢાર હજાર વર્ષ બાકી છે. ત્યાંથી નીકળીને તીર્થકર થશે. એ સમકિતનો પ્રભાવ એટલે અનુભવનો પ્રભાવ છે.
અષ્ટપાહુડ છે તેમાં શીલપાહુડમાં કહ્યું છે કે નરકમાં પણ સમકિતીને શીલ છે..., એવો પાઠ છે. શીલનો અર્થ એ કે- પોતાનો અનુભવ છે અને અનંતાનુબંધી રાગનો અભાવ છે. તેવું શીલ તેની પાસે છે. ત્યાંથી નીકળીને તે તીર્થકર થશે. આ શીલના પ્રતાપથી. આ બાદશાહની પેઠે-મોટા રાજાઓની જેમ બંગલામાં રહેતા હોય તે દુઃખી છે.
જ્યારે સમકિતી અત્યારે નરકમાં હોય તો પણ ત્યાંથી નીકળીને તીર્થકર થશે. જેનાં તળિયા ઇન્દ્રો ચાટશે. એ બધો પ્રતાપ આત્માના અનુભવનો છે. સમજમાં આવ્યું? સમકિતનો પ્રતાપ છે તેમાં રાગ આવી ગયો તો તીર્થંકરગોત્ર બંધાયું તો તેને પણ હેય માનતા હતા.
“શા વડે શુદ્ધ સ્વરૂપ છે? “વિસ્વભાવમરભાવિતભાવ- ભાવભાવ પરમાર્થતયા ' (વિસ્વભાવ) જ્ઞાનગુણ તેનો” ભગવાન તો જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન્ય સૂર્ય છે. તે જ્ઞાનનો સૂર્ય છે. જ્ઞાનના નૂરના તેજનું પૂર સૂર્ય છે. આ પરમાણુના પ્રકાશનો સૂર્ય જડનો છે, આ જ્ઞાનનો સૂર્ય છે. જડ સૂર્યમાં તો હજારો કિરણો છે, જ્યારે આમાં તો અનંત કિરણ છે. (અનંત) શક્તિ એવો ભગવાન ચૈતન્યસૂર્ય અંદર બિરાજે છે.
જ્ઞાનગુણ તેનો અર્થગ્રહણ વ્યાપાર તેના વડે થાય છે.” પદાર્થને જાણવાની શક્તિવાળું જ્ઞાન છે. પદાર્થનો ઉત્પાદ કરવો કે નાશ કરવો તેવું જ્ઞાન નથી પરંતુ પદાર્થને જાણવું તેવી શક્તિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com