________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪
કલશામૃત ભાગ-૩ શીતળ પાણીનો ઘડો ભર્યો છે. તે પાણી અગ્નિના (નિમિત્તે) ઉષ્ણ થયું. એ ઉષ્ણ પાણીનો ઘડો છે તે હવે ગુલાંટ મારે છે. તો અગ્નિની જ્વાળા ઠરી જાય છે. આહાહા ! ગરમ પાણીમાં શીતળતા પડી છે. ગરમ પાણી તો ઠરી જાય પરંતુ અગ્નિ પણ ઠરી જાય. તેમ ભગવાનમાં પરિપૂર્ણ વીતરાગતા અને શીતળતા ભરી પડી છે, તેની દૃષ્ટિ કરતાં વિકારરૂપી અગ્નિનો નાશ થઈ જાય છે. સમજમાં આવ્યું?
પંચસંગ્રહમાં યતિની વ્યાખ્યા કરી છે. યતિ કોને કહીએ? “પોતાના સ્વરૂપમાં અયત્ના આવવા ન દે તે યતિ.” વિકારાદિ ભાવ આવવા નથી દેતા તેને યતિ કહે છે. પોતાનું સ્વરૂપ આનંદકંદની રચના કરવાવાળો અયત્નનો વિકલ્પ ન આવવા દે તેનું નામ યતિ છે. સમજમાં આવ્યું? - સાધુ એટલે જે આનંદના સ્વભાવને સાથે તેને સાધુ કહીએ. મુનિ જ્ઞાન સન્યાસીના ચાર બોલ છે. જ્ઞાનસાધુ, જ્ઞાનમુનિ, જ્ઞાનયતિ, જ્ઞાનઋષિ તે ચાર બોલમાં ઉતાર્યું છે.
પહેલાં ગૃહસ્થ, બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થમાં ઉતાર્યું છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ શું છે? ગૃહસ્થ છે. ગૃહસ્થ અર્થાત્ ગૃહમાં, પોતાના ઘરમાં સ્થિર રહેવાવાળો છે માટે તે ગૃહસ્થ છે. તે રાગમાં રહેવાવાળો નથી એનું નામ ગૃહસ્થ હોં! આ પૈસાવાળા ને ધૂળ એ ગૃહસ્થ નહીં, પોતાના જ્ઞાન ને આનંદનું ઘર તેમાં સ્થ અર્થાત્ રહેવાવાળો તેને કહે છે ગૃહસ્થ. આનંદ ઘરમાં રહેવાવાળાને D નામ ગૃહસ્થ કહીએ છીએ.
- બ્રહ્મચારી કોને કહીએ છીએ? બ્રહ્મ નામ આનંદમાં ચરવાવાળો-અનુભવ કરવાવાળો તેને બ્રહ્મચારી કહીએ છીએ. શરીરથી બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચર્ય તો વિકલ્પ ને રાગ છે. આહાહા! બ્રહ્મ નામ આનંદનો નાથ પ્રભુ તેનું આચરણ કરે, અતીન્દ્રિય આનંદમાં રમવું-ચરવું તેને અહીંયા બ્રહ્મચારી કહે છે. સમકિતીના જ્ઞાન ને સમકિતીના ચારિત્રને બ્રહ્મચર્ય કહે છે. તેને પ્રમેય-પ્રમાણ કહો આ રીતે તેને ગૃહસ્થ કહેવામાં આવે છે. જે રીતે બ્રહ્મચારી તે રીતે વાનપ્રસ્થનું છે.
પોતાના સ્વરૂપમાં રહેવાવાળો તે બીજાના સ્વરૂપને આવવા ન દે તેનું નામ વાનપ્રસ્થ છે. અન્યમતિમાં આ ત્રણ શબ્દો આવે છે –ગૃહસ્થ, બ્રહ્મચારી અને વાનપ્રસ્થ. ચોથો બોલ સન્યાસ છે એમાં પણ ચાર બોલ લીધા છે. સાધુ, મુનિ, યતિ ને ઋષિ. આ ચાર બોલ નાખ્યા છે. આહાહા! ભાઈ દીપચંદજીએ બહુ જ કામ કર્યુ છે. પંચસંગ્રહમાં તેમણે એક-એક શબ્દમાં, એક એક ગુણમાં ઉતાર્યું છે. પોતાની ઋદ્ધિમાં રહે તેને ઋષિ કહીએ. ઋષિ નામ મોટા બાવા મોટી જટા રાખે તે ઋષિ નહીં. ઋષિ તો તેને કહીએ કે પોતાની સંપદાની ઋદ્ધિ, આનંદની ઋદ્ધિ, જ્ઞાનની ઋદ્ધિ. તે સમૃદ્ધિને પર્યાયમાં વસાવે તેનું નામ ઋષિ કહેવામાં આવે છે.
અહીંયા કહે છે- સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ જીવ છે. તે એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com