________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૯
૧૬૧
ધારે છે. વિકલ્પમાં વિષમ ભાવ પડે છે. આહાહા ! હું શુદ્ધ પ્રત્યક્ષ છું એવો વિકલ્પ પણ વિષમભાવ છે.... અને તે વીતરાગ માર્ગ નથી.
અહીં તો હું શુદ્ધ છું, ચૈતન્ય છું એવા વીતરાગસ્વરૂપના વિકલ્પથી રહિત થઈને વેદન કરે છે.. તે ચિત્સ્વરૂપ જીવનો અનુભવ કરે છે, તે જ્ઞાનનું વેદન કરે છે, તે આનંદનું વેદન કરે છે. વીતરાગભાવમાં આવીને વીતરાગી સ્વરૂપનું જાણવું કરે છે. આહા ! આવી આકરી ભારે વાતું ! આ માર્ગ તો ભવના અભાવ કરવાનો છે. આહાહા ! ભવ જ ન રહે... એ ગજબ છે ને!
શ્રીમદ્ઘ ૧૬ વર્ષે કહે છે
''
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહીં એકેય ટળ્યો.”
એક આંટો ટળે તો બધા આંટા ટળી જાય છે. શું કહ્યું ? માણસ આમ ફેરફુદ૨ડી ફરે છે ને ! આમ આમ ( ગોળ ગોળ ) ફરે પછી ગુલાંટ મારે છે. શું કહ્યું તે સમજાયું ? જેમ પહેલાં ૨૫-૫૦ ચક્કર મારે અને પછી ઉભો ૨હેવા જાય તો તે ઉભો નહીં રહી શકે પણ તે પડી જશે. પરંતુ આમ ચક્કર મારતો મારતો એક ગુલાંટ મારી ધૈ તો તે ઉભો રહી જાય છે. તેમ અનાદિ કાળના પરિભ્રમણમાં મિથ્યાત્વના ચક્કર મારતાં-મારતાં એકવાર જો ગુલાંટ મારે તો સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય. આહાહા ! તેણે ભવનો અંત લઈ લીધો. શ્રીમદ્દો બહુ પુરુષાર્થ હતો અને એ વખતે તેના જેવો ક્ષયોપશમ કોઈનો નહીં.. એટલો ક્ષયોપશમ હતો.
''
અહીંયા કહે છે– પક્ષપાતને છોડીને જીવ અનુભવ કરે છે. રાગનું લક્ષ છોડીને જ્યાં પૂર્ણાનંદના લક્ષમાં ગયો ત્યાં હવે આનંદનું વેદન રહ્યું..; વિકલ્પ છૂટી ગયો.. તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કહે છે. સમયસાર ૧૪૪ ગાથામાં આ વાત છે. તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે, ચારિત્ર હજુ બાકી છે. “ જે સમસ્ત નયપક્ષ વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ મળે છે.”
પાઠમાં ‘ વ્યપવેશમ્’ એમ શબ્દ પડયો છે. “ નહવિ તિ ળવરિ વપવેશં ” તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નામ મળે છે. છે તો સમ્યગ્દર્શન-જાણવાની વાત, ચારિત્રની વાત હજુ છે જ નહીં. તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન નામ પ્રાપ્ત થાય છે. “ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન સમયસારથી જુદાં નથી, એક જ છે.” સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ તે સ્વરૂપથી કોઈ ભિન્ન ચીજ નથી.
આવો માર્ગ ! લોકોને કઠણ પડે એટલે ચડાવી દીધા કે વ્રત કરો ને અપવાસ કરો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com