________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨
કલશામૃત ભાગ-૩ દિગમ્બર સંતોની વાણી તો જુઓ! અહીંયા સુધી આવ્યો કે- જાણવા લાયક આ જ છે, બીજું જાણવા લાયક નથી. એવા વિકલ્પમાં આવ્યો, એવી વૃત્તિ ઊઠી તો તેનાથી શો ફાયદો? એનાથી તને લાભ શો થશે ભગવંત! હવે વિકલ્પાતીત થાને! તત્ત્વવેતા છે તે પક્ષપાત રહિત છે. તેને નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. જાણવા લાયક જીવ જાણવા લાયક થઈ ગયો. પોતાનું સ્વરૂપ જાણવા લાયક છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પર છે એ બધા વ્યવહારે (શેય ) છે. એને જાણવું તે પરસત્તાવલંબીજ્ઞાન છે. પોતાની નિજ સત્તા જ્ઞાયક, આનંદ સ્વરૂપ તે જ જાણવા લાયક છે તેવું વેદનમાં આવવું તેને અહીંયા તત્ત્વવેદી-તત્ત્વવેતા કહેવામાં આવે છે. તેને અહીંયા સમ્યગ્દષ્ટિ અને ધર્મની પહેલી સીઢીવાળો કહેવામાં આવે છે.
કલશ-૮૭ : ઉપર પ્રવચન શ્રી પ્રવચનસાર ચરણાનુયોગચૂલિકા ગાથા ૨૦૨માં આવે છે ને કે- આત્માના આનંદનો અનુભવ થયો પછી હવે વિશેષ રમણતા કરવા માટે જંગલમાં જવા માટે અને સાધુપદ લેવા માટે માતા પાસેથી રજા માગે છે. આહાહા ! તે માતાને કહે છે- હે જનેતા ! મારી આનંદરૂપી જનેતા તો મારી પાસે છે. તમે તો શરીરની જનેતા છો-જનક છો, મારા આત્માની જનક તું નહીં. મારી દેખવા લાયક ચીજ તો મારામાં છે તેને મેં દેખી અને હવે તેમાં લીન થવા હું જાઉં છું.
આહાહા ! માતા રડે છે તો કહે છે- જનેતા એક વાર રોઈ લે ! પરંતુ બા, અમે કોલકરાર કરીએ છીએ કે હવે ફરીને જનેતા નહીં કરીએ. હવે ફરીને માતા નહીં મળે કેમ કે અમે તો હવે અશરીરી થઈ જવાના. અમે હવે ફરીને અવતાર નહીં લઈ એ.
તે માતાને એમ કહે છે કે માતા ! અમને રજા આપો. અમે અમારી આનંદમાતા પાસે જઈએ છીએ. તે આનંદની જનેતા છે. આનંદની ઉત્પત્તિ થઈ તે મારો આત્મા છે ત્યાં મારો આનંદ છે... ત્યાં હું જાઉં છું.... માતા ! એકવાર રજા દે! તારે રોવું હોય તો રોઈ લે! પરંતુ અમે હવે ફરી જનેતા-માતા નહીં ધારશું. ૮૦ની સાલમાં એક કડી આવડતી હતી તે એ વખતે બોલતા હતા. લોકો તો આમ.. (ડોલી) ઉઠતા.
अजैव धम्मम् पडिवज्जयामो, जहिं पुवणान पुनमभवामो; __ अणागयेण एव य स्थितिंचि,श्रद्धारवमम्एव विण ए तुणागम्।
આ ગાથા જ્યારે સંપ્રદાયમાં ચાલતી હતી ત્યારે લોકોને (બહુ વૈરાગ્ય આવે.) શું કહે છે? માતાને એમ કહે છે કે –“નૈવ ઘમ્મમ પરિવયામો.” હે માતા! હું આજે મારી આનંદની દશા એવી જ્ઞાન દર્શન ચારિત્રને અંગીકાર કરવા જાઉં છું. હે માતા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com