________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬
કલશામૃત ભાગ-૩ ભીખ માંગે છે. આહાહા ! શરીરથી સુખ મળે, સ્ત્રીથી સુખ મળે, પૈસાથી સુખ મળે, આનાથી સુખ મળે. , અરરર. ! પ્રભુ તું આ શું માને છે! !
અહીંયા કહે છે- સુખનો સાગર અંદર છલોછલ ભર્યો છે. આનંદ સ્વરૂપ ભગવાન લબાલબ ભર્યો પડયો છે. એ આનંદને છોડી ને ભિખારી બહારમાં ભીખ માંગે છે. શરીરથી મળે છે. આબરૂથી મળે છે, સ્ત્રીથી મળે છે, પૈસાથી મળે છે. આવું માનનાર મોટો ભીખારી છે. એ ભીખારી માંગણ છે. શેઠ! અહીંયા તો આવી વાત છે.
પ્રશ્ન- તો કરવું શું રહ્યું?
ઉત્તર- કરવું આ રહ્યું. એ કરનારા બધા બાયડી, પૈસાથી (સુખ મળવાનું માને છે.) એ ભાઈ તો જાણવા માટે કહે છે. એ ક્યાં કરી શકે છે? ખરેખર તો એવો વિકલ્પ (કરે છે, પરંતુ એ વિકલ્પ પણ પોતાનામાં નહીં. વિકલ્પનું કરવું માનવું એ પણ મિથ્યાષ્ટિનો ભાવ છે. આ તમારી બીડી અને પૈસાનું કરવું ક્યાં છે? શું કરવું? એમ પૂછે છે. આ ન કરવું તો આખો દિવસ કરવું શું? એ કરી શકે છે ક્યાં? ધૂળમાંય કરી શકતો નથી. એક આંગળીને હલાવી શકતો નથી. એક પાંપણને તે હલાવી શકતો નથી. ત્રણકાળમાં આત્મા કરી શકતો નથી. છતાં મૂઢ માની બેઠો છે.
આહાહા ! લાડુ ખાઈ અને અળવીના પાનના પતરવેલીયા તેની ઉપર ચણાનો લોટ લગાડી અને ટૂકડા કરી તેલમાં તળીને ખાય. તેને એમ લાગે છે કે આ શરીર ઠીક છે. આહા! અરેરે... મૂઢ! શરીર અને શરીરનો ખોરાક એ તો જડની ક્રિયા છે. તેને પોતાની માને તે મૂઢ છે.
શ્રોતા:- તમે કહો છો, બાકી ખાય છે તો આનંદ આવે છે.
ઉત્તર- ધૂળમાંય આનંદ નથી આવતો. એ તો પહેલાં કહ્યું હતું ને કે- જેઠ મહિનો હતો અને બાળકે દૂધ વધારે પી લીધેલું અને માતાએ દૂધ આપ્યું તો તેને ઝાડા થયા. વરસ દોઢ વરસનું બાળક હોય અને નગ્ન શરીર હોય. ગરમી ઘણી પડતી હોય એમાં પાતળા ઝાડાને હાથ લગાવે તો ઠંડું લાગે તો તે ચાટે છે. તેમ અજ્ઞાની બાળકની જેમ રાગને ચાટે છે. તે પરને તો ભોગવી શકતો જ નથી. આહાહા ! સ્ત્રીના શરીરનો ભોગ આત્માને છે જ નહીં... કેમ કે તે જડ છે. જડ તરફનું લક્ષ કરીને આ ઠીક છે, એવો વિકલ્પ ઉઠે છે તે રાગ છે. વિષ્ટા સમાન ઝેર સમાન એ રાગનું વેદન કરે છે. ... અને અજ્ઞાની માને છે કે હું શરીરનો ભોગ લઉં છું, હું સુખી છું. અરે! મૂઢ! સાંભળ તો ખરો !
આ બધા કરોડપતિ-ધૂળપતિ સુખી કહેવાય છે ને? આ ભાઈને જાણો છો? બે કરોડ રૂપિયા છે, મોટો ધંધો છે અને છ છોકરાં છે. પાપના ધંધામાં લલચાય છે. બાકી જડની ક્રિયા જે થવાવાળી છે તે તો થાય જ છે. લાવવાવાળો એમ માને છે કે હું લાવ્યો તો એ વાત જૂઠી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com