________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
કલશામૃત ભાગ-૩ તેમ અહીં ત્રણ લોકનો નાથ ઘર્મપિતા પોકાર કરે છે કે પ્રભુ! તારા આનંદકંદના ઘરને છોડીને એટલે ખાનદાનની દીકરી છોડીને આ વ્યભિચારમાં ક્યાં ગયો? આહાહા ! ભગવાન ખાનદાન આનંદકંદ પ્રભુ છે. તેનું ઘર છોડીને તું પુણ્યપાપના વ્યભિચારમાં કેમ ગયો? તારું ઘર ખમશે નહીં અહીં ધર્મપિતા પોકાર કરે છે.
તે વાત અહીંયા કહે છે- ભગવાન! તું એકરૂપ છો તેમાં દ્રવ્યગુણ અને પર્યાય અથવા ઉત્પાદ- વ્યય ને ધ્રુવના વિચાર કરવાથી વિકલ્પ થાય છે. અહીં તો હજુ નિર્ણયના ઠેકાણા ન મળે ને વ્રત- તપમાં માને કે અમે મોક્ષમાર્ગમાં છીએ.
અરે... ભાઈ! એનો સરવાળો આવશે ત્યારે દુઃખી થઈશ, ભાઈ ! વર્તમાનમાં તો તને દુઃખનો ખ્યાલ નથી આવતો. પુષ્ય ને પાપના ફળ સ્વર્ગ ને નરક છે. એ દુઃખ છે. ચારે ગતિ પરાધીન છે. પંચાસ્તિકાયની.. ગાથામાં છે. સ્વર્ગની ગતિ એ પરાધીન છેદુ:ખરૂપ છે.
આહાહા! આનંદના નાથને ભૂલીને પરમાં સુખ માનીને વ્યભિચારી થઈ ગયો નાથ ! વ્યભિચારીનો અર્થ જેમ પરસ્ત્રી આદિનો સંયોગ એ વ્યભિચારી તેમ.... વિભાવની સાથે સંયોગ કરવો તે વ્યભિચાર છે. સમજમાં આવ્યું?
અહીંયા તો એકરૂપ વસ્તુમાં ત્રણ પ્રકારનો વિચાર તે દુઃખ છે. ગજબ વાત છે ને! આહાહા ! એકને ત્રણ રૂપે વિચારવું દ્રવ્ય-ગુણ ને પર્યાય, ઉત્પાદ– વ્યય-ધ્રુવ. પ્રભુએ વિકલ્પ છે. આ રીતે વિચાર કરતાં વિકલ્પ થાય છે. માખણની વાત છે. વિચાર કરવાથી સમ્યગ્દર્શન નથી થતું... તેનાથી તો વિકલ્પ થાય છે. એમ કહે છે.
એકરૂપ વસ્તુને ત્રણ પ્રકારે વિચારવાથી તને વિકલ્પ થાય છે– રાગ થાય છે. એ વાત કહે છે. “તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે. આકુળતા દુઃખ છે;” આવી વાત છે પ્રભુ ! દ્રવ્યના સ્વભાવની દૃષ્ટિ કરવાથી એકરૂપ સત્ત્વનો અનુભવ કરવો અને ત્રણ પ્રકારના વિચાર કરવા નહીં તે નિરાકુલતા છે. વિચાર- વિકલ્પ તે જ આકુળતા છે.
આ તો વર્ષ પહેલાંની રાજમલ્લજીની ટીકા છે. ૧000 વર્ષ પહેલાંના મૂળ શ્લોક અમૃતચંદ્રાચાર્યના છે. અને આ અભિપ્રાય અનંતકાળથી છે. શાસ્ત્ર હજાર વર્ષ પહેલાંના, અર્થ ૨00 વર્ષ પહેલાંનો અને અભિપ્રાય અનંતકાળથી છે. ત્રણ કાળમાં પરમાર્થનો પંથ તો એક જ છે.
અહીંયા તો હજુ પરની દયા પાળો ને વ્રત કરો ને ભક્તિ-પૂજા તે ધર્મ છે. અને ધર્મનું કારણ છે. અહીંયા તો કહે છે કે- એક સત્ત્વમાં ત્રણ પ્રકારના વિચાર એ વિકલ્પ છે- દુઃખનું કારણ છે તે આનંદનું કારણ કેવી રીતે થાય ? આહાહા! આ છેલ્લી વાત છે.
આહાહા ! છેલ્લે લીધુંને! એક સત્ત્વરૂપ વસ્તુ છે એમ લીધું ને! વસ્તુ છે તે એકરૂપ સત્ત્વ છે તેમાં કોઈ ભેદ છે નહીં. આહાહા ! એકરૂપ સત્ત્વ વસ્તુ જીવ ભગવાન આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com