________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય
૪૪
નથી. દાળ ખાટી વાત ખોટી છે. લીંબુ ખાટું વાત સાચી છે. જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ નથી? હવે કારણ આપે છે.
કારણ કેઃ પ૨ પદાર્થ જ્યારે જણાય છે ત્યારે એના જ્ઞાનમાં અજ્ઞાન કેમ
66
થતું નથી ? કે ઈ... જણાય છે ત્યારે “જાણનારને જાણે છે” પર શેયને જાણતો નથી.
૨૪૮
જિજ્ઞાસાઃ શૈયો જણાય છે ત્યારે શેયોમાં આત્મબુદ્ધિ કેમ થતી નથી ? દેહ મારો તેવી મમતા કેમ થતી નથી?
સમાધાનઃ જ્યારે દેહ જણાય છે ત્યારે “ જાણનાર જણાય છે”, માટે દેહમાં મમતા થતી નથી. મોહ થતો નથી. જો “ જાણનાર ન જણાય ” અને દેહ જણાય તો મમતા થયા વિના રહે નહીં. આ તો ભવના અંતની વાતો છે. દુઃખનો નાશ કરીને પરમાત્મા થવાની વાતો છે. એક સમય આવો અનુભવ કરે તો અલ્પકાળમાં મુક્તિ. “ એક સમય કી કમાઈ અનંત કાલ તક ખાયેગા.”
૨૪૯
અહીંઆ કહે છે લોભ કષાયથી ભિન્ન ભગવાન આત્મા છે. એ લોભને જાણવાનું બંધ કરી દે તો નિર્લોભ અવસ્થા પ્રગટ થશે. આ સમયસારની વાત કોઈ અપૂર્વ છે. કેમ શેયકૃત અશુદ્ધતા આવતી નથી ? આ રાગ જણાય છે તો હું રાગી કેમ જ્ઞાનીને આવતું નથી. અથવા જેને જ્ઞાન થવાનું હોય તેને રાગ જણાય છે? કે રાગ નથી જણાતો ?
‘જાણનાર જણાય છે” તો એને અનુભવ થઈ જાય છે. અને અનુભવ થઈ ગયા પછી રાગ જણાય તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ થતી નથી ? કહે છે; રાગ જણાય છે ત્યારે “ જાણનાર જણાય છે.” ઊર્ધ્વપણે આત્મા જ જણાય છે. એવી કોઈ અપૂર્વ દશા છે. સાધક જ સાધકની દશાને જાણે.
૨૫૦
જિજ્ઞાસાઃ જાણનારને જાણવાનું ફળ ?
k
સમાધાનઃ “ જાણનારને જ જાણ્યો.” આનંદને જાણ્યો તો લક્ષ આનંદ ઉપર ચાલ્યું જાય છે, એ તો ભેદનું કથન છે. (જાણનારને જ્યાં જાણ્યો કે હું જાણનાર છું ત્યાં આનંદ લક્ષ વગ૨ જણાય જાય છ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
66