________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૩૨
જુદાઈ છે. અતભાવે છે. લક્ષણભેદે ભેદ છે. ‘ આ ’ છે તે ‘ આ ’ નથી.
જ્ઞાનગુણ છે તે સુખગુણ કયાં છે? દર્શનગુણ છે તે જ્ઞાનગુણ કર્યાં છે? અતભાવ આ તે નહીં” અંદરમાં જુદાઈ છે.
66
૧૯૮
ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે એનો નિષેધ કરીને અજ્ઞાની થાય છે. પ્રતિ સમય ઉપયોગ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. “ચેતના ચેતનને પ્રસિદ્ધ કરે છે.” વ્યય છે તે ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનમાં “જાણનાર જણાય છે.” ઊપજતો સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. વ્યય થાય ત્યારે પણ સૂર્યને પ્રસિદ્ધ કરે છે.
૧૯૯
જાણનાર પ્રતિસમય જાણવામાં આવે છે, પણ જાણતો નથી. જ્ઞાનમાં જણાય છે, પ્રતિભાસ થાય છે, છતાં નિષેધ કરે છે, જણાતો નથી, હકાર કરે તો સમ્યક્ત્વ થઈ જાય. વિશ્વાસ આવવો જોઈએ. વ્યવહારનો નિષેધ કરે ત્યારે નિશ્ચય પ્રગટ થાય છે. નિશ્ચયના પક્ષમાં આવવું જોઈએ. અભિપ્રાય બદલાવો જોઈએ.
૨૦૦
66
જેને સામાન્ય અનુભવનો સ્વીકાર આવે છે તેને વિશેષમાં પણ અનુભવ થઈ જાય છે. સામાન્ય અનુભવ શું છે? “ જાણનારો જણાય છે” તે સામાન્ય અનુભવ છે.
૨૦૧
66
ઘટિયા ! બઢિયા ! કયા? બાત હી ઈતની હૈ કે: જાણનાર જણાય છે ને ખરેખર ૫૨ નથી જણાતું ”
૨૦૨
જેનો ઉપયોગ અંતરમુખ થવાનો સમય આવી જાય છે; તેને કોઈ ૫૨ પદાર્થ જ્ઞેય તરીકે ભાસિત થતું જ નથી, ત્યારે એકલો જ્ઞાયક જ જ્ઞેય પણે ભાસિત થાય છે. અંદરથી એક જ જ્ઞેય છે. જ્ઞાયક જ જ્ઞેય છે, તેમ જેને ભાસિત થાય છે તેને પ૨માંથી જ્ઞેયત્વ બુદ્ધિ નિર્મૂલ થઈ જાય છે. એક શાયક જ જ્ઞાનમાં શેય તરીકે ભાસિત થાય છે. તેની દુનિયા બદલી જાય છે. તેનો લોક બદલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com