________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ જો અસ્તિનાસ્તિ ધર્મમાં સમય ભેદ દેખાશે તો અસ્તિધર્મ છે તે રાગરૂપ દેખાશે; અને નાસ્તિધર્મ છે તે દ્વેષરૂપ દેખાશે.
એક સમયમાં અસ્તિનાપતિ એવું દ્વિરૂપ તેવું એકરૂપ સ્વરૂપ દેખાશે તો વિશેષમાં પણ અસ્તિનાસ્તિ અનેકાંતનો જન્મ થશે. માટે નાસ્તિધર્મ દ્વષરૂપ, વિકલ્પરૂપ કે કૃત્રિમરૂપ ન સમજવો. આ નાસ્તિધર્મ સ્વાભાવિક ધર્મ હોવાથી પરને જાણવાની અનાદિ અનંત સદાકાળની નાસ્તિ સ્વરૂપે છે. પરને જાણવાના નિષેધમાં સ્વયં જાણનાર જણાય જાય છે. આ નિષેધ પરને જાણવાના નિષેધ માટેનો જ નિષધ નથી, પરંતુ સ્વપ્રકાશક સ્વભાવના આહવાન માટેનો નિષધ છે. એવું નથી કે પ્રયોજનની સિદ્ધિ માટે પરને જાણવાનો નિષેધ કરવાનો છે. આ કામચલાઉ વાત નથી આ તો સદાકાળની સિદ્ધાંતિક વાત છે. (૩) શું આત્મ અનુભવ આટલો સુગમ અને સરળ છે!!
જ્ઞાન ખરેખર પરને જાણતું જ નથી એવો ભાવ જ્યાં અંતરંગથી ઊઠયો ત્યાં તક્ષણ જે જાણનાર જાણવામાં આવી રહ્યો હતો તે વિશેષમાં પણ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. શું પરને જાણવાનો નિષેધ કર્યો તો જાણનાર જાણવામાં આવી ગયો ?! “હા.' પરને જાણવાના નિષેધમાં જ જાણનારને જાણવાની અસ્તિ છુપાયેલી છે. પરને જાણવાની નાસ્તિમાં તો જાણનારને જાણવાની અતિ વર્તે છે. કેમકે “ જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણ ગોચર શબ્દને” જ્ઞાન સ્વભાવ પરને જાણવાના અભાવ રૂપ છે અને જાણનારને જાણવાના સર્ભાવરૂપ છે.
સંતો કહે છે કે તું પરને જાણવાનો નિર્દયપણે નિષેધ તો કર અને પછી જો મજા !! આત્મ અનુભવ ન થાય તો અમારી પાસેથી લઈ જજે.
“હું પરને જાણું છું' તે શ્રદ્ધાપૂર્વક જ્ઞાનનો દોષ છે. તે મિથ્યાત્વનો રાગ છે. શ્રદ્ધામાં એમ છે કે “હું પરને જાણું છું” તો નિયમથી ઉપયોગ પર સન્મુખ જ વળ્યા કરશે. હવે કોઈ જ્ઞાનમાં અસ્તિથી લીધા કરે કેઃ “હું જાણનાર છું, જાણનાર જણાય છે, અને શ્રદ્ધામાં પેલું શલ્ય પડ્યું છે કે હું પરને જાણું છું” અથવા પર જણાય છે તેમ રહે અને ઉપયોગ આત્મ સન્મુખ થાય તેમ બનતું જ નથી. ખરેખર પર જણાતું નથી તેમાં જ શ્રદ્ધાપૂર્વક વીતરાગી જ્ઞાન, જ્ઞાયક અભિમુખ થાય છે.
(૪) પ્રતિભાસિત જ્ઞાનકળાઃ
સ્વપર પ્રકાશક તે જ્ઞાનની પર્યાયનો પ્રમાણ રૂપ વ્યવહાર છે તે આગમનું વચન છે. બીજું આગમનું એવું વચન પણ છે કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. આ બન્ને વાત આગમથી પ્રસિદ્ધ છે. હવે આ અપર પ્રકાશક અને સ્વપરનો પ્રતિભાસ એ બે વચ્ચેનો તફાવત શું છે તે જોઈએ. શ્રી પંચાધ્યાયીમાં મહત્ત્વની વાત બતાવે છે કેઃ જ્ઞાન સ્વસમ્મુખ કેમ થઈ જાય અને પરથી વિમુખ કેવી રીતે થાય તે વાત છે. “અર્થ વિવન્ય જ્ઞાનં ભવતિ તકે વિકલ્પમાત્ર–ાતા” જ્ઞાન રૂપર પદાર્થને વિષય કરે છે. એટલે કે બેનો પ્રતિભાસ થાય છે. બેયના પ્રતિભાસમાં આવતા જ્ઞાનમાં આવી જશો; અને સ્વ૫ર બેયને જાણે છે તેમ લેતાં પરજ્ઞય સન્મુખ થઈ જશો. આમ જ્ઞાનના વિષય ભેદે બે ભેદ થઈ જાય છે. આ
૧. શ્રી સમયસાર ૩૭૩ થી ૩૮૨ ૨. શ્રી પંચાધ્યાયી મખનલાલ પ્રાકૃત ગાથા ૫૫૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com