________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
શબ્દ આવ્યો. આ પહેલા પારાનો “જ્ઞાયક' અને બીજા પારાનો “જ્ઞાયક' તે બન્ને જ્ઞાયકના વાચ્યમાં તફાવત છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે તફાવતપણે રહી ગયો અને તફાવત દેખાવો બંધ થઈ ગયો આ જ જૈનદર્શનની બ્યુટી છે.
તદ્દઉપરાંત આખા સમયસારમાં ભગવાન આત્માને “જ્ઞાનમાત્ર” કહેતા આવ્યા છે. “ જ્ઞાનમાત્ર આત્મા ” કહેતાં દૃષ્ટિનો વિષય પણ થાય છે અને “જ્ઞાનમાત્ર આત્મા” કહેતાં (અભેદ જ્ઞય) જ્ઞાનનો વિષય પણ થાય છે. અનંતગુણમયી અભેદ આત્માનું એકત્વ અને પર્યાયથી વિભક્ત, તેવો “જ્ઞાનમાત્ર આત્મા” દૃષ્ટિનો વિષય છે. આવા ધ્રુવ દ્રવ્યની જ્યાં દષ્ટિ થઈ ત્યાં દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય કથંચિત્ અભિન્ન થયો તેવો જ્ઞાન પરિણામ સહિતનો આત્મા તે પણ “ જ્ઞાનમાત્ર” છે. આમ અનુભવનો વિષય “જ્ઞાનમાત્ર” અને અનુભવ થયો તે પણ “જ્ઞાનમાત્ર” “જ્ઞાનમાત્ર”માં ધ્યેય શેયનાં ભેદો સમાઈ જાય છે. તેવી જ રીતે.
જાણનારો જણાય છે” તે એક જ સૂત્રમાં એક જ સમયે ધ્યેયરૂપતા અને શેયરૂપતા જોવા મળે છે. તે કેવી રીતે તે જોઈએ. | * પહેલો અર્થ:- “જાણનારો” એટલે અનંતગુણોનું અભેદ એકત્વ તેવો સામાન્ય જ્ઞાયક. “જણાય છે” એટલે કે જે ધ્યેય છે તે જ ઉપાદેયભૂત શેય છે. આમ જાણનાર અને જણાય છે તેમાં માત્ર દષ્ટિનો વિષય ધ્રુવ જ્ઞાયક જ આવે છે.
* બીજો અર્થ:- “જાણનારો” એટલે નિષ્ક્રિય પરમાત્મા અને તે શેમાં જણાય છે? તે વર્તમાન વર્તતા સામાન્ય ઉપયોગ લક્ષણમાં તાદાભ્યપણે સૌને જણાય છે. આમ આ કર્મોપાધિ રહિત અનાદિ અનંત નિરપેક્ષ પ્રમાણ જ્ઞાનનો વિષય તેવો જ્ઞાયક થયો.
* ત્રીજો અર્થ - “ જાણનાર જણાય છે” તે અનાદિ અનંત વસ્તુસ્થિતિ છે. જાણનારો એટલે સામાન્ય જ્ઞાયક અને જણાયો એટલે કે વિષય શુદ્ધોપયોગરૂપ પરિણામ. વિશેષ જ્ઞાન પરિણામમાં વસ્તુનો સ્વીકાર થતાં “ધ્યેયપૂર્વક શેય થયું”. “હું જાણનાર છું” તેવું વિશેષમાં પરિણમન થયું. જાણનારો પણ પોતે અને જણાયો પણ પોતે તેવો અનુભવ થયો. આ અધ્યાત્મ પ્રમાણે જ્ઞાનનો વિષય થયો. અહીં પ્રયોજન સિદ્ધ થયું.
આમ “જાણનાર જણાય છે” તેમાં એક જ સમયમાં એક સાથે કેટલા ભાવો સમાયેલા છે તે જોઈએ.
જાણનારો જણાય તે શ્રદ્ધાનું એકમ છે. (અનંતગુણોથી અભેદ માત્ર સામાન્ય.) “જાણનારો જણાય છે” તે જ જ્ઞાનનું એકમ છે. (દ્રવ્યગુણ અને નિર્મળ પર્યાયથી અભેદ.) તેથી જાણનારો જણાય છે” તેવા શુદ્ધનય વિના ધ્યેયની સિદ્ધિ થતી નથી. તેમજ “જાણનારો જણાય છે” તેવા અભેદનય વિના શયની સિદ્ધિ થતી નથી. આમ જાણનાર જણાય છે તેમાં એક જ સમયમાં શુદ્ધનય અને અભેદનય બન્ને સમાઈ જાય છે.
જાણનારો જણાય છે” તેમાં એક જ સમયમાં દ્રવ્યનો નિશ્ચય તેમજ જ્ઞાન પર્યાયનો નિશ્ચય સમાઈ ગયા. “જાણનારો જણાય છે” તેમાં રહિત પૂર્વક સહિત એક સમયમાં થયું. “ જાણનારો જણાય છે” તેમાં સમ્યફ એકાંતપૂર્વક સમ્યક અનેકાંત સમાઈ ગયું. જાણનારો જણાય છે તેમાં નિશ્ચય સ્વપ્રકાશકપૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક આવી ગયું. જાણનારો જણાય છે તેમાં નિર્વિકલ્પ નિશ્ચયનય, નિર્વિકલ્પ વ્યવહારનય તેમજ નિર્વિકલ્પ પ્રમાણ બધું જ સમાઈ ગયું. “ જાણનારો જણાય છે” તેમાં સમયસાર તેમજ પ્રવચનસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com