________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૨૦૨
કરવો છે. માટે મારા જ્ઞાન દ્વારા મારા આત્માને જાણવો છે. તેવી જ્યારે અંતરથી ભાવના જાગે અને જો એક વખત આત્માનાં દર્શન થાય તો પછી સાદિ અનંતકાળ ઉપયોગ બદલતો નથી. ઉપયોગ આત્મા તરફ રહ્યા કરે છે. એકનું લક્ષ રહ્યા કરે છે. તેને અલ્પકાળમાં મુક્તિ થાય ને થાય.
તમારા ઉપયોગમાં આત્મા જણાય તો રહ્યો છે પણ જાણનારો જણાય છે તેવો વિશ્વાસ તેને આવતો નથી. અને જે નથી જણાતું એ જણાય છે એ ઉપયોગનો દૂર ઉપયોગ છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ઉપયોગ પ્રગટ થાય છે. તે ઉપયોગમાં ભગવાન આત્મા જણાય છે, પણ એને વિશ્વાસ નથી એને ઘડિયાળમાં કેટલા વાગ્યા... એ જે ઉપયોગથી ભિન્ન તે જણાય છે અને જે ઉપયોગથી અભિન્ન છે તે જણાતું નથી. તેણે ઉપયોગનો દૂર ઉપયોગ કર્યો કહેવામાં આવે છે.
૯૦૩
ઉપયોગ લક્ષણ અલક્ષ્યને પ્રસિદ્ધ કરતું હતું. હવે તે ઉપયોગ તો આત્માનો છે. અને આત્માથી તો અનન્ય છે. ઉપયોગમાં તો આત્મા જણાતો હતો, તો આત્મા જણાય જશે અને નથી જણાતો તો કાળાંતરે પણ જણાશે નહીં. જણાય છે ‘હા' પાડતો હાલત થઈ જશે. તને જણાય રહ્યો છે. એમ! જ્ઞાનીઓ કહે છે અમારા ઉપયોગમાં તો અમારો આત્મા જણાય છે. પણ તારા ઉપયોગમાં તારો આત્મા જણાતો નથી? તારા ઉપયોગમાં દેહ જણાતો નથી, તારા ઉપયોગમાં અમે જણાતા નથી. કારણ કે અમે અન્ય છીએ. અન્ય ન જણાય અને અનન્ય જણાયા વગર રહે નહીં. સદાકાળ બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ‘ હા ’ પાડ. ‘હા’ પાડ કે ૫૨ જણાતું નથી પણ જાણનાર જણાય છે. ”
66
૯૦૪
તે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ અનાદિકાળથી છે. તે કેવો છે? શુભભાવ કાંઈક મદદરૂપ તો બન્નેને? ધીમે ધીમે ! કોઈ પરંપરાએ તો કા૨ણ થાય
ને?
આમ કરી કરીને મિથ્યાત્વને પોષે છે. જે આત્મામાં નથી; આત્મા એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com