________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨.
જાણનારો જણાય છે
૫૮૮
લોકાલોકને બિંબ કહેવાય, કેવળજ્ઞાનની પર્યાયમાં જેવા લોકાલોકનું સ્વરૂપ છે તેવું જણાય છે, તે જ્ઞાનની પર્યાયનું નામ પ્રતિબિંબ છે. એકલું પર નથી જણાતું, પણ સ્વપર જણાય છે, અને તે ભૂલ છે. કાં તો તે બિંબને પકડે છે, કાં તો તે પ્રતિબિંબને જાણે છે. હવે પર્યાયને પણ જાણવાનું બંધ કરી દે. “ જાણનાર જણાય છે.” નિમિત્ત જણાય છે તેમ નહીં, નૈમિત્તિક જણાય છે તેમ પણ નહીં. નિમિત્તનું લક્ષ છોડી દે, નૈમિત્તિકનું લક્ષ છોડી દે.
૫૮૯
સ્વપર બે જણાય છે તો વ્યવહાર થઈ ગયો. સ્વ એક જણાય છે તો નિશ્ચય થઈ ગયો. “ જાણનારો જણાય છે ખરેખર પર નથી જણાતું” તેમાં
વ્યવહારનો નિષેધ થઈ ગયો. સાધકને બે નથી જણાતાં એક જ્ઞાન જ જણાય છે. પણ તે જ્ઞાન કેવું છે? રાગ નથી જણાતો તેવું જ્ઞાન જણાય છે.
પ૯૦ પરોક્ષ અનુભૂતિ થાય છે તેનો નિષેધ કરે છે તો પ્રત્યક્ષ ક્યાંથી થશે? આબાળ-ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, આવશે એમ નથી લખ્યું.
પરોક્ષ અનુભૂતિનો વિશ્વાસ આવે તો પ્રત્યક્ષ અનુભૂતિ થાય. વ્યવહાર શ્રદ્ધામાંથી ગયો અને નિશ્ચય શ્રદ્ધામાંથી ગયો. નિશ્ચય શ્રદ્ધા નથી, વ્યવહાર શ્રદ્ધા નથી તેથી અજૈન છે. વ્યવહાર શ્રદ્ધાવાળો તો નામ નિક્ષેપે જૈન છે.
મને તો મારા જ્ઞાનમાં જાણનાર જણાય છે, સવિકલ્પમાં; અનુભવ પહેલાં. પ્રત્યેક સમયે “જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.” જાણશે તેમ નથી લખ્યું.
પ૯૧ અનાદિથી પરનાં પ્રતિભાસને આગળ કરે છે કે રાગાદિ અને દાદિ જણાય છે. તો એ જ ઉપયોગ અજ્ઞાન રૂપે પરિણમી જાય છે. હવે અનાદિથી નિરંતર જાણનારો જણાય રહ્યો છે, પ્રતિભાસિત થઈ રહ્યો છે. તેનું લક્ષ કરે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com