________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૧૫ ૫૫૧ વળી જે “જ્ઞાયકપણે જણાયો”, “જાણનારપણે જણાયો”, કર્તાપણે જણાયો નહીં, પણ જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે. બીજું કોઈ નથી. આમાં ઘણું કહેવા માગે છે. ટીકામાં આનો વિસ્તાર પણ કરશે.
૫૫૨
અત્યાર સુધી “જાણનાર જણાય છે” તેનો વિશ્વાસ નહોતો આવતો. પરંતુ પ્રતિભાસથી વિશ્વાસ આવ્યો. વિશ્વાસનું કારણ તો કહો? ! આ જ્ઞાયકનો પ્રતિભાસ મારામાં થઈ રહ્યો છે, એટલે જાણનાર મને જણાય છે એવો વિશ્વાસ આવી ગયો છે. પ્રયોગ બાકી છે. વિશ્વાસ આવે તો પ્રયોગ થાય ને ?
પપ૩ ભાઈ ! ખરેખર પ્રતિભાસમાં આવી ગયો તો “જાણનાર જણાય છે” તેમાં આવી ગયો ને! ખરેખર જાણનાર જણાય છે તે તેનું મૂળ બેઈઝ (પાયો) છે. હવે જાણનાર જણાઈ જ જવાનો છે. જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે તો જ્ઞાયક મને જણાય છે, તો જણાશે જણાશે જ.
૫૫૪ જિજ્ઞાસા શુદ્ધોપયોગ કેમ પ્રગટે?
સમાધાનઃ હું પરને જાણું છું એ શલ્ય છોડી, “જાણનારો જણાય છે એમ લે તો એ ઉપયોગ અંત્તરમુખ થતાં શુદ્ધોપયોગ પ્રગટે.
૫૫૫ પરનો કર્તાએ નથી અને પરનો જ્ઞાતાએ નથી, “જાણનારો જ જણાય છે” એમ વારંવાર વિચારમાં લેવું તે વ્યવહાર પાત્રતા છે.
૫૫૬
શ્રી સમયસારની દશગાથા ૩૭૩થી ૩૮૨ અદ્ભુત છે. જ્ઞાનીનું સ્વપર પ્રકાશક સમ્યક છે. પણ અજ્ઞાની પાસે સ્વપર પ્રકાશક અજ્ઞાન છે. એની પાસે
અપર પ્રકાશક છે નહીં. પ્રમાણમાંથી આહા! જ્ઞાન પરને જાણતું જ નથી; જાણનારને જાણે છે તે વિધિ-નિષેધ અંત્તરથી આવે છે. “પર લક્ષ અભાવાત્.”
પંચાસ્તિકાયમાં છે પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક તેમાંથી સ્વપ્રકાશક કાઢવું જોઈએ. પર પદાર્થ છે તે ઇન્દ્રિયનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી. આંખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com