________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૭ “પરિણામ થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. આમાં કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ બને જાય છે.
૫૧૭ હવે ઘણાબધા જીવો આ વાત સમજતા થયા છે કે મને “જાણનાર જણાય છે અને પર જણાતું નથી.” એ તો ધીમે ધીમે જેમ જેમ ખ્યાલમાં આવે તેમ આધાર મળી જાય. પોતાની વાત છે. આત્માનો અનુભવ કરવાની વાત છે. બીજું તો કાંઈ છે નહીં! સાધ્યની સિદ્ધિ આમાં થાય છે. સ્વપર પ્રકાશકમાં નહીં.
૫૧૮
તારા જ્ઞાનમાં અત્યારે આત્મા જણાય છે એમ અમે જાણીએ છીએ. એમ જાણીને લખ્યું ને? ભવી, અભવી બધાને કહ્યું. નાના, મોટા બધાને “જાણનાર જણાય છે.”
હું કોણ છું' તેનું તેને જ્ઞાન થયું, અને આપણને કહ્યું. તને તારો આત્મા જણાય છે !! પર જણાય છે એ બુદ્ધિ કેમ બગડી ગઈ. વ્યવહારનો પક્ષ અનાદિનો છે તે મારી નાખશે.
૫૧૯
સમજપૂર્વક બોલે છે. “જાણનારો જણાય છે.” તે વિધિનિષેધ કરે છે... એટલે નિષેધનો કણિયો એક પણ નહીં આવે પછી. હું વ્યવહારે પારને જાણું છું એ ભાષા નહીં આવે. “હું પરને જાણું છું ઈ મિથ્યાત્વનો કણિયો છે. તને મારી નાખશે. વ્યવહારે હું પરને જાણું છું ઈ.. મારશે તને. વ્યવહારે જાણું છું એમ આવ્યું ને?
૫૨૦
પ્રથમ ભાષા સવળી આવે કે: “હું જ્ઞાતા છું.” જેમ ચક્ષુ જાણે તેમ “હું જાણનાર છું,” પછી તે જ જણાય છે.
હું પરને જાણું છું એ ભાષા ઉપરથી લાગે કે દુર્જન છે. દુર્જન શબ્દ હળવો છે. પણ દુરભવી છે. એ.. બોલાય નહીં કાંઈ ! પણ નિકટભવી નથી. નિકટભવીની ભાષા ફરે છે. અને ભાવ પણ ફરે છે. પ્રથમ જીવ પક્ષમાં આવે છે પછી પક્ષીતિક્રાંત થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com