________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
(૨) અને આત્મા પર્યાયને કરતો નથી. (૩) તેમ પર્યાય જ્ઞાનમાં જણાયા વિના રહેતી નથી. (૪) અને આત્મા પર્યાયને જાણતો નથી.
(૫) તે તો “જાણનાર જણાય છે” તેને જાણે છે. અર્થાત્ “જાણનારને જ જાણે છે.”
૪૨૨ જિજ્ઞાસાઃ mયાકાર જ્ઞાનમાં જાણનારો કેવી રીતે જણાય છે?
સમાધાનઃ કેમકે, જ્ઞયાકાર જ્ઞાન જ્ઞાનથી જ થયું છે. એટલે જ્ઞયાકાર અવસ્થામાં, જ્ઞાન દેખાય છે. અને જ્ઞાન જેનાથી થયું છે તેજ જ્ઞાનમાં જણાય છે. એટલે કે “જાણનારો જ જણાય છે.”
૪૨૩
ભેદજ્ઞાન નથી માટે રાગ રહિત ભગવાન આત્મામાં લીનતા થતી નથી, તેથી ઠરતો નથી. રાગથી વિકલ્પથી ભિન્ન છું તેવું શ્રદ્ધાન થાય તો કરવાનું સામર્થ્યપણું આવે.
ઘણાં તો ધ્યાનમાં બેસી જાય; બબ્બે, ચાર-ચાર કલાક પછી કહે લીન થવાતું નથી. કેમ લીન થવાતું નથી ? તું આત્માને જાણવાનો પ્રયોગ કરતો નથી. કેપ્રથમ “જાણનાર જણાય છે.” તેને બદલે તું ધ્યાનમાં ચડી ગયો છે. જેમાં ઉપયોગને જોડવો છે, લીન કરવો છે, એકાગ્ર કરવો છે, તેને તો તું જાણતો નથી. તું તો ધ્યાનમાં ચડી ગયો છે. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વગર ધ્યાન અર્થાત્ ચારિત્ર ઉદય પામતું નથી.
૪૨૪ જિજ્ઞાસા જણાય છે આત્મા! તો તે જ જ્ઞાનને આત્મજ્ઞાન ન કહેવાય?
સમાધાનઃ જે જ્ઞાન આત્માને જાણે તેને આત્મજ્ઞાન કહેવાય. આ જાણનારો તે જ હું છું તેવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. બધાને બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં પરની સાથે એકત્વ બુદ્ધિ હોવાથી અજ્ઞાન ઊભું થાય છે.” તેથી “જાણનારો તે જ હું છું” તેવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. એટલે જણાય છે... પણ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com